Happy Birthday Ajay Devgn: અભિનેતા અજય દેવગન આજે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ પંજાબી હિંદુ પરિવારમાં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેના પિતા વીરુ દેવગન સ્ટંટ કોરિયોગ્રાફર હતા જ્યારે માતા વીના દેવગન ફિલ્મ પ્રોડ્યૂસર હતી. હાલમાં જ અભિનેતાની ફિલ્મ 'ભોલા' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
અજય દેવગનનું અસલી નામ વીરૂ દેવગન હતું. જ્યાર બાદ તેણે પોતાની માતાના કહેવાથી પોતાનું નામ 'અજય' રાખી લીધું હતું. અજય દેવગને મુંબઈની મિઠી બાઈ કોલેજથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ત્યારબાદ તેણે ફિલ્મ નિર્દેશક શેખર કપૂર સાથે કામ કર્યું હતું. અભિનેતાએ વર્ષ 1991માં આવેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 1999માં બોલિવૂડ અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા હતા.
અજય દેવગને પોતાના કરિયરમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. જેમાં 'ગોલમાલ', 'ગોલમાલ રિટર્ન્સ', 'ગોલમાલ 3', 'ગોલમાલ 4', 'સિંઘમ', 'સિંઘમ રિટર્ન્સ', 'તાન્હાજી', 'દ્રશ્યમ', 'દ્રશ્યમ 2', 'ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ', 'હમ દિલ દે ચૂકે સનમ', 'રનવે', 'દિલવાલે', 'દિલજલે' અને 'દીવાનગી' જેવી અનેક ફિલ્મો સામેલ છે.
સીએ નોલેજના રિપોર્ટ પ્રમાણે અજય દેવગનની કુલ સંપત્તિ 437 કરોડ રૂપિયા છે. તે અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર પણ છે. તેમજ તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કમાણી કરે છે. હાલમાં જ તેણી મચએવેટેડ ફિલ્મ 'ભોલા' રામ નવમીના અવસર પર 3Dમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો