Bholaa Box Office Collection Day 3: બોલિવૂડ અભિનેતા અજય દેવગનની મચએવેટેડ ફિલ્મ 'ભોલા' રામ નવમીના અવસર પર 3Dમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પ્રથમ 2 દિવસના આંકડા જોતા ખબર પડી રહી છે કે દર્શકો તરફથી સારો એવો રિસ્પોન્સ નથી મળી રહ્યો. હવે ફિલ્મના ત્રીજા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.
શરૂઆતી આંકડા પ્રમાણે, ફિલ્મ 'ભોલા'એ ત્રીજા દિવસે કુલ 12.1 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 30.7 કરોડ થઈ ગયું છે. ફિલ્મના બજેટને જોતા આ કલેક્શન ઘણું જ ઓછું છે. ફિલ્મે ઓપનિંગ ડે પર 11.02 કરોડ જ્યારે બીજા દિવસે 7.4 કરોડનું કલેક્શન કર્યું હતું. મેકર્સને રવિવારે ફિલ્મથી સારા કલેક્શનની આશા છે.
https://twitter.com/taran_adarsh/status/1642388708862353409
ફિલ્મ 'ભોલા' સાઉથ સુપરસ્ટાર કાર્તીની ફિલ્મ 'કૈથી'ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુની સિવાય સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ગજરાજ રાવ અને વિનીત કુમાર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનો નિર્દેશક અને નિર્માતા અજય દેવગન જ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો