અમદાવાદ.
Athiya Shetty Wedding Pictures: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (KL Rahul-Athiya Shetty wedding) આજે લગ્નના બંધનમાં જોડાઇ જશે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસ પર બંને લગ્નના બંધનમાં બંધાવાના છે. આ વચ્ચે આથિયાની હલ્દી સેરેમની અને દુલ્હનના ગેટએપમાં તસવીરો વાયરલ થઇ રહી છે. એક તસવીરમાં લગ્નમાં સામેલ લોકો એક્ટ્રેસને હલ્દી લગાવતા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં તે દુલ્હનના ગેટએપમાં જોવા મળી રહી છે.
એક્ટ્રેસને હલ્દી લગાવતી તસવીર તેની 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'ની છે, જેમાં આથિયા શેટ્ટીની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ લીડ રોલમાં હતો, ફિલ્મમાં આથિયા અને નવાઝુદ્દીનના લગ્ન થાય છે. આ વાયરલ તસવીર તે જ સમયની છે.
https://twitter.com/BollyTellyBuzz/status/1617417732059967490
જ્યારે બીજી તસવીરમાં તે દુલ્હનના ગેટએપમાં જોવા મળી રહી છે. જો કે આ તસવીરને એડિટ કરીને શેર કરવામાં આવી છે. આ તસવીર અનુષ્કા શર્માની છે. જેને એડિટ કરીને અનુષ્કા શર્માની જગ્યાએ આથિયા શેટ્ટીનો ફેસ ફિટ કરી દેવામાં આવ્યો છે.
https://twitter.com/Honey37031293/status/1617436924427522048
મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની પ્રથમ મુલાકાત વર્ષ 2019માં એક કોમન ફ્રેંડ (Common friend) મારફતે થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ બન્ને ખૂબ જ સારા મિત્ર બની ગયા અને ધીમે ધીમે તેમની દોસ્તી (Friendship) પ્રેમમાં બદલાઈ ગઈ. અલબત બન્નેએ પોતાના સંબંધોને જાહેરમાં ક્યારેય કન્ફર્મ કર્યાં નહીં. જોકે કપલને અનેક વખત સાથે સ્પોટ કરવામાં આવતા હતા. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો