Shilpa Shetty Fraud Case: શિલ્પા શેટ્ટીની પોલીસે સાડા ચાર કલાક પૂછપરછ કરી, જાણો શું છે 60 કરોડની છેતરપિંડીનો કેસ

60 કરોડની છેતરપિંડીના કેસમાં પોલીસે શિલ્પા શેટ્ટીની લગભગ સાડા ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં કરી અભિનેત્રીનું નિવેદન નોંધ્યું હતું.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 07 Oct 2025 11:16 AM (IST)Updated: Tue, 07 Oct 2025 11:16 AM (IST)
bollywood-actress-shilpa-shetty-questioned-by-eow-in-60-crore-fraud-case

Shilpa Shetty Rs 60 Crore Fraud Case: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા પર 60 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. અહેવાલો અનુસાર મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) આ મામલે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી. જ્યાં લગભગ સાડા ચાર કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી અને અભિનેત્રીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં શિલ્પા શેટ્ટી, તેમના પતિ રાજ કુંદ્રા અને અન્ય 4 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની પૂછપરછ

શિલ્પા શેટ્ટીએ પોલીસની પૂછપરછમાં સંપૂર્ણ સહયોગ આપતાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને કેટલાક દસ્તાવેજો પણ આપ્યા હતા. આ દસ્તાવેજો તેમની એડ કંપનીના બેંક ખાતામાં થયેલા નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. શિલ્પા શેટ્ટીએ પોલીસને જે દસ્તાવેજો આપ્યા છે તેની પણ તપાસ થઈ રહી છે.

રાજ કુંદ્રાએ પણ આ મામલે પોલીસને ઘણી માહિતી આપી છે. તેમણે પોલીસને જણાવ્યું કે ફરિયાદકર્તા દીપક કોઠારીની NBFC પાસેથી 60 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. જોકે બાદમાં તે લોનને તેમની કંપનીમાં ઇક્વિટી (Equity) તરીકે એડજસ્ટ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાએ પ્રમોશન સંબંધિત તસવીરો પણ પોલીસને બતાવી છે.

શું છે 60 કરોડની છેતરપિંડીનો મામલો

દીપક કોઠારીએ શિલ્પા શેટ્ટી પર 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કરાવ્યો હતો. જે કંપની સામે કેસ ચાલી રહ્યો છે. શિલ્પા શેટ્ટી આ કંપનીમાં મોટી શેર હોલ્ડર છે. સ્રોત મુજબ શેર હોલ્ડર હોવા છતાં અભિનેત્રી તરીકે શિલ્પાએ પોતાનો હિસ્સો લીધો છે. આ વર્ષે મુંબઈ પોલીસની આર્થિક શાખા (EOW)એ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. 60 કરોડના છેતરપિંડીના મામલામાં સપ્ટેમ્બરમાં લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

ફરિયાદકર્તા દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે 2015 થી 2023 ની વચ્ચે શિલ્પાએ તેમને આ બિઝનેસમાં રોકાણ કરવા માટે મનાવ્યા હતા, પરંતુ બાદમાં તેમને નુકસાન થયું. છેતરપિંડીનો જે મામલો છે તે કંપનીનું નામ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ (Best Deal TV Private Limited) છે, જે હાલમાં બંધ કરી દેવામાં આવી છે.