Kangana Ranaut News: લોકસભા ચૂંટણી 2024 પછી દેશમાં ફરી એકવાર NDAની સરકાર બની ગઈ છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદના શપથ લીધા છે. ત્યારે આ વખતે સંસદમાં બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી કંગના રનૌત પણ જોવા મળવાની છે. બોલિવૂડની ક્વીને હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે હવે કંગના રનૌતે વર્ક કલ્ચરને લઈને કોમેન્ટ કરી છે. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.
કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં પીએમ મોદીને વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી નેશન બિલ્ડિંગ માટે 24x7 કામ કરવાને લઈને વાત કરી રહ્યા છે. કંગના આ વીડિયો પર કોમેન્ટ કરતા વર્ક કલ્ચરને લઈને જુસ્સો વધારવાની વાત કહી છે. આ સાથે જ અભિનેત્રીએ વીકેન્ડની હોલિડે પણ વિશે પણ કોમેન્ટ કરી છે.
કંગના રનૌતે લખ્યું કે, 'આપણે બાધ્યતા વર્ક કલ્ચરને સામાન્ય બનાવવાની જરૂર છે. વીકેન્ડની રાહ જોવાનું બંધ કરવાની જરૂર છે અને સોમવારના મીમ્સ વિશે વાત કરવાનું બંધ કરવું જોઈએ, તે વેસ્ટર્ન કલ્ચરની દેન છે, આપણે વિકસિત રાષ્ટ્ર નથી કે આપણે કંટાળો અને આળસુ બની શકીએ.'
