OPEN IN APP

Nawazuddin Siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકીનો ફેક ન્યૂઝ ફેલાવનાર સામે ફૂટ્યો ગુસ્સો, કહ્યું- 'ચીપ ટીઆરપી', અદા શર્માની ધ કેરલ સ્ટોરી સાથે છે કનેક્શન

Nawazuddin Siddiqui The Kerala Story: હાલ સુદીપ્તો સેન નિર્દેશિત અને અદા શર્મા સ્ટારર ફિલ્મ ધ કેરલ સ્ટોરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

By: Dharmendra Thakur   |   Fri 26 May 2023 02:17 PM (IST)
bollywood-actor-nawazuddin-siddiqui-slams-media-reports-for-supporting-him-ban-on-the-kerala-story-calls-it-cheap-trp-136714

Nawazuddin Siddiqui The Kerala Story: હાલ સુદીપ્તો સેન નિર્દેશિત અને અદા શર્મા સ્ટારર ફિલ્મ ધ કેરલ સ્ટોરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023ની બીજી સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે માત્ર ભારતમાં જ 200 કરોડથી પણ વધુનું કલેક્શન કર્યું છે. ત્યારે હવે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના એક નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. જાણો શું છે સંપૂર્ણ મામલો.

હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, 'અમે લોકોમાં ફિલ્મ સામાજિક એકતાને વધારવા અને લોકો વચ્ચે પ્રેમ માટે બનાવીએ છીએ અને તે જ રીતે કરવાની અમારી જવાબદારી છે, પરંતુ જો ફિલ્મ લોકોને તોડે છે તો તે બિલકુલ ખોટું છે. આપણે આ દુનિયાને જોડવાની છે, તોડવાની નથી.' જો કે, આ નિવેદન દરમિયાન નવાઝુદ્દીને કોઈ ફિલ્મનું નામ લીધું ન હતું.

લોકો અભિનેતાના આ નિવેદનને ફિલ્મ ધ કેરલ સ્ટોરી સાથે જોડી રહ્યા હતા અને તેણે ટ્રોલ કરી રહ્યા હતા. તેથી તેણે હવે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વિટર પર કહ્યું કે, 'મહેરબાની કરીને માત્ર કેટલાક વ્યુ અને હિટ મેળવવા માટે ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો, તેને ચીપ ટીઆરપી કહેવામાં આવે છે - મેં ક્યારેય કહ્યું નથી અને હું ક્યારેય ઇચ્છતો નથી કે કોઈપણ ફિલ્મ પર ક્યારેય પ્રતિબંધ મૂકવામાં આવે. સ્ટોપ બેનિંગ ફિલ્મ્સ, સ્ટોપ સ્પ્રેડિંગ ફેક ન્યૂઝ !!!'

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.