Ashish Vidyarthi Wedding: બોલીવુડના જાણીતા અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યાં છે. આશીષ વિદ્યાર્થીએ આસામની રુપાલી બરુઆ સાથે એક ખાસ કાર્યક્રમમાં લગ્ન કર્યાં છે. આશીષ વિદ્યાર્થી અને રુપાલી બરુઆના લગ્નમાં ખૂબ જ સિલેક્ટીવ લોકોએ જ ભાગ લીધો હતો, કારણ કે ખૂબ નજીકના લોકોને જ આ પ્રસંગમાં માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કલાકાર આશીષ વિદ્યાર્થીએ પ્રાઈવેટ સેરેમનીમાં એક-બીજાને પતિ-પત્ની તરીકે સ્વીકાર્યા હતા. આ લગ્નમાં ખૂબ જ ઓછા લોકોએ ભાગ લીધો હતો. અલબત આ લગ્નની કોઈ તસવીરો મળી નથી.

અલબત આ લગ્નનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દંપતિ જોવા મળે છે. આશિષ વિદ્યાર્થી સફેદ રંગના કુર્તામાં જોવા મળે છે, જ્યારે રુપાલી બરુઆ સફેદ રંગની સાડીમાં જોવા મળે છે. આશીષ અને રુપાલી એકબીજા સાથે ઘણી ખુશ જોવા મળી રહ્યા છે.

આશિષ વિદ્યાર્થીના બીજા પત્ની રુપાલી બરુઆ કોણ છે
આશિષ વિદ્યાર્થીના બીજા પત્ની રુપાલી બરુઆ કોલકાતા સાથે સંકળાયેલા છે અને તેઓ એક ફેશન ઈન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. રુપાલી બરુઆ એક ઉદ્યોગ સાહસિક છે અને કોલકાતામાં જાણીતુ નામ છે. રુપાલી સાથે લગ્ન કર્યાં બાદ આશીષે મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ તેમના માટે એક ખાસ ક્ષણ છે, જેને શબ્દોમાં તે વર્ણન કરી શકે તેમ નથી.