Tim Cook In India: એપલ કંપનીના CEO ટિમ કુક ભારત યાત્રા છે, ત્યારે તેઓ એશિયાના સૌથી રીચેસ્ટ મુકેશ અંબાણીને મળવા તેમના ઘરે એન્ટીલિયા પહોંચ્યા હતા. મંગળવારે દેશનો પહેલો ઓફિશિયલ એપલ સ્ટોર ઓપન થવા જઈ રહ્યો છે, જે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ખુલશે. ત્યારે આ સ્ટોરના ઓપનિંગ અંતર્ગત તેઓ મુંબઈ પહોંચ્યા છે. સોમવારે ટિમ કુક મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા, જેની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં આકાશ અંબાણી અને ઈશા અંબાણી એપલ ચીફની સાથે જોવા મળે છે.
આ ઉપરાંત ટિમ કુકે અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત સમયે ટિમ કુકે માધુરી દીક્ષિત સાથે મુંબઈના ફેમસ વડાપાંવનો લુત્ફ ઉઠાવ્યો.
એન્ટીલિયાના ગેટ પર જોવા મળ્યા ટિમ કુક
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એન્ટીલિયાના વીડિયોમાં આકાશ અંબાણી અને ઈશા અંબાણી ટિમ કુકની સાથે ગેટ પર જોવા મળ રહ્યાં છે. રિપોર્ટસ મુજબ ટિમ કુક પોતાની ભારતની મુલાકાતે છે, ત્યારે યાત્રાના પહેલા દિવસે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા. તસીવીરમાં એન્ટીલિયાની અંદર બ્લૂ સૂટમાં ટિમ કુક જોવા મળે છે અને તેની સાથે મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ ગણાતા મનોજ મોદી પણ જોવા મળે છે. જ્યારે તેની બાજુમાં બ્લૂ સલવાર સૂટમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણી ઊભેલા દેખાય છે. રિપોર્ટમાં સૂત્રોના અહેવાલથી કહેવામાં આવ્યું કે એપલ બોસ બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે.
માધુર દીક્ષિત સાથે વડાપાંવનો આનંદ માણ્યો
મુંબઈમાં ટિમ કુકે બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને સાથે પણ મુલાકાત કરી અને તેમની સાથે મુંબઈના વડાપાંવનો સ્વાદ માણ્યો. તેમણે માધુરી દીક્ષિતની સાથે કરેલ મુલાકાત દરમિયાન એક તસવીર પોતાના ટ્વીટ એકાઉન્ટ પર પોસ્ટ કરી. તેમણે આ તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું- થેન્ક્સ માધુરી દીક્ષિત પહેલી વખત મને વડાપાંવથી ઈન્ટ્રોડ્યૂસ કરાવવા બદલ, આ સ્વાદિષ્ટ હતું.
Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa
— Tim Cook (@tim_cook) April 17, 2023
એપલ સ્ટોરમાં કામ કરસે 100 કર્મચારી
Apple BKCમાં 100 કર્મચારી હશે જે લોકો સાથે 20 ભાષામાં વાતચત કરી શકશે. એપલની વેબસાઈટની જેમ અહીં પણ યૂઝર્સને ટ્રેડ ઈન પ્રોગ્રામનો ઓપ્શન મળશ, જે અંતર્ગત જૂના ડિવાઈસ એક્સચેન્જ કરાવીને નવા ડિવાઈઝ ખરીદી શકાય છે. આ ઉપરાંત આ એપલ સ્ટોરમાં 4.50 લાખ ટિમ્બર એલિમેન્ટ્સ યૂઝ કરવામાં આવ્યા છે. આ એપલ સ્ટોરમાં એપલ પિક અપ સર્વિસ પણ આપવામાં આવશે, એટલે કે કસ્ટમર્સ ઘરેથી જ પ્રોડક્ટ સિલેક્ટ કરીને ઓર્ડર કરી શકે છે અને સ્ટોરમાં જઈને પિકઅપ કરી શકે છે.