Cannes Film Festival 2023: આજે 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો અંતિમ દિવસ છે. ત્યારે ગઈકાલે અભિનેત્રી અનુષ્કા શર્માએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ઓફ શોલ્ડર ગાઉનમાં શાનદાર ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીનો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે હવે અનુષ્કાના પતિ અને ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું રિએક્શન પણ વાયરલ થઈ રહ્યું છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફેન્સ અનુષ્કા શર્માના ડેબ્યુની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અનુષ્કાએ હવે રેડ કાર્પેટ પર ડેબ્યુ કરી લીધું છે. અભિનેત્રી ઓફ શોલ્ડર ગાઉનમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી હતી. અભિનેત્રીએ સ્લીક હેયર બન અને ક્લીન મેકઅપની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે જ અભિનેત્રીએ મિનિમલ જ્વેલરી કેરી કરી છે.
અનુષ્કા શર્મા 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'સિનેમામાં મહિલાઓ'ને સમ્માનિત કરવા માટે સામેલ થઈ છે. આ સમારોહમાં તેની સાથે હોલિવૂડ અભિનેત્રી કેટ વિન્સલેટ પણ હશે. અનુષ્કા શર્મા પહેલા આ વર્ષે આ ફેસ્ટિવલમાં સારા અલી ખાન, એશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા, માનુષી છિલ્લર, મૃણાલ ઠાકુર, ઐશ્વર્યા રાય બચ્ચન, મૌની રોય, શ્રુતિ હાસન અને અદિતિ રાવ હૈદરી પોતાનો જલવો બતાવી ચૂકી છે. અભિનેત્રીઓની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

અભિનેત્રી અનુષ્કા શર્મા આગામી સમયમાં પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' (Chakda ‘Xpress)માં જોવા મળશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો