Kishan Raval Song: ભાદરવી પૂનમ પૂર્વે પદયાત્રીઓ માટે સોંગ: ‘અંબે માં ને મળવા ગ્યા તા’ સોશિયલ મીડિયા પર વાયરલ

માં જગદંબા પ્રત્યેની ગાઢ આસ્થા, અપ્રતિમ ભક્તિ અને ગુજરાતી અસ્મિતાથી સભર આ સોંગ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને શ્રદ્ધાળુઓના દિલને સ્પર્શી રહ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 18 Sep 2026 12:56 PM (IST)Updated: Fri, 18 Sep 2026 12:56 PM (IST)
ambe-maa-ne-malva-gya-ta-new-gujarati-devotional-song-kishan-raval
અંબે માં ને માલવા ગયા તા ગીત

Ambe Maa Ne Malva Gya Ta Song: ભાદરવી પૂનમના પવિત્ર મેળા પૂર્વે માં અંબાના માઈભક્તો અને પદયાત્રીઓ માટે વધુ એક ભક્તિગીત ‘અંબે માં ને મળવા ગ્યા તા’ (Ambe Maa Ne Malva Gya Ta) ડિજિટલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. માં જગદંબા પ્રત્યેની ગાઢ આસ્થા, અપ્રતિમ ભક્તિ અને ગુજરાતી અસ્મિતાથી સભર આ સોંગ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને શ્રદ્ધાળુઓના દિલને સ્પર્શી રહ્યું છે.

ભક્તિ અને મનોરંજનનો સમન્વય જોવા મળ્યો

આ ગીતમાં કિશન પટેલ, કિશન રાવળ, ઘાયલ શાયર, જયવીરસિંહ ઝાલા અને ચંદ્રસિંહ પરમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તમામ કલાકારોના ઉત્કૃષ્ટ અભિનય અને અભિવ્યક્તિએ આ ગીતના વિઝ્યુઅલ્સને વધુ જીવંત અને અદ્ભુત બનાવી દીધા છે. મા અંબાના ધામ અંબાજી જતાં પદયાત્રીઓની લાગણીઓને આ ગીતમાં આબેહૂબ વણી લેવામાં આવી છે.

મધુર સંગીત અને કર્ણપ્રિય અવાજ

આ ભક્તિમય પ્રોજેક્ટના નિર્માણની જવાબદારી ઉન્નતિ પટેલ અને કિશન પટેલે સંભાળી છે. ગીતને અત્યંત કર્ણપ્રિય અને જોશિલું સંગીત ભાવિક પ્રજાપતિ અને રવિ ગજ્જરની જોડીએ આપ્યું છે. પોતાના મધુર અને દિવ્ય અવાજમાં આ ગીત ગાયક કિશન રાવળે ગાયું છે, જે સાંભળતા જ ભક્તો મા અંબાની ભક્તિમાં લીન થઈ જાય છે. આ ભાવુક ગીતના અર્થસભર બોલ કિશન રાવળ અને કિશન પટેલે સંયુક્ત રીતે લખ્યા છે.

ટેકનિકલ ટીમ વિશે જાણો

ગીતના વીડિયોનું શાનદાર કૅમેરા વર્ક અને સિનેમેટોગ્રાફી (DOP) શુભમ ગોરાસિયા દ્વારા કરવામાં આવી છે, જેણે અંબાજી યાત્રાના દ્રશ્યોને સ્ક્રીન પર ખુબ જ સુંદર રીતે કંડાર્યા છે. આ સાથે જ ગીતનું પ્રોફેસનલ અને સ્મૂધ એડિટિંગ જેમીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

ભાદરવી પૂનમ પૂર્વે પદયાત્રીઓ માટે ભેટ

દર વર્ષે અંબાજી ધામ ખાતે લાખોની સંખ્યામાં માઈભક્તો જય ઘોષ સાથે દર્શનાર્થે પહોંચે છે. આવા વાતાવરણમાં ‘અંબે માં ને મળવા ગ્યા તા’ સોંગ પદયાત્રીઓ અને ગરબા રસિકો માટે એક વિશેષ ભેટ સાબિત થઈ રહ્યું છે.