મુંબઈ.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) લૉન્ચના બીજા દિવસે પણ બૉલિવૂડ અને હૉલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં બીજા દિવસે પહોંચેલા સ્ટાર્સના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ ઈવેન્ટમાં એક સ્ટેજ પણ ગોઠવવામાં આવ્યું છે, જ્યાં શાહરૂખ ખાન અને વરુણ ધવન સહિતના કલાકારોએ ડાન્સ પરફોર્મ કર્યો છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ અને 'સામી ગર્લ' રશ્મિકા મંદાના વચ્ચે નાટૂ-નાટૂ ડાન્સ કૉમ્પિટિશન પણ જોવા મળી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્ટેજ ઉપર રશ્મિકા મંદાના સ્ટેજ પર ડાન્સ પરફોર્મ કરી રહી હોય છે. આ દરમિયાન RRRનું ઑસ્કર વિનિંગ સૉન્ગ 'નાટૂ-નાટૂ' વાગવા લાગે છે. જે બાદ રશ્મિકા મંદાના આલિયા ભટ્ટને પણ ડાન્સ માટે આમંત્રણ આપે છે. આ ગીત પર ડાન્સ કરતાં પહેલા આલિયા ભટ્ટ પોતાના સેન્ડલ ઉતારીને ફેંકે છે અને પછી રશ્મિકા સાથે 'નાટૂ-નાટૂ' ગીતના સ્ટેપને ફૉલો કરતાં જબરદસ્ત ડાન્સ કરે છે.
આ સમયે આલિયા ભટ્ટે વ્હાઈટ કલરનો શૉર્ટ્સ ડ્રેસ પહેર્યો છે. જ્યારે રશ્મિકા મંદાનાએ ગોલ્ડન સાડી પહેરી છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ સ્ટેજ પર આવે છે અને પોતાની હીલ્સ ઉતારી દે છે. જે બાદ બન્ને એક્ટ્રેસ હુક સ્ટેપને ફોલો કરતાં જોઈ શકાય છે. આ દરમિયાન ઉપસ્થિત દર્શકો પણ સિટીઓ મારીને બન્નેને ચિયર કરી રહ્યાં છે. આ વીડિયોના અંતમાં બન્ને અભિનેત્રીઓ એકબીજાને ભેટતી જોઈ શકાય છે.