Shweta Tiwari Beauty Secret: શ્વેતા તિવારી 44 વર્ષની ઉંમરે તેની સુંદરતા અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. આટલી ઉંમરે પણ તે યુવાન અને ફિટ છે. તેની આ સુંદરતા સામે નવી અભિનેત્રીઓ પણ ઝાંખી પડે છે. ચાલો જાણીએ કે શ્વેતા તિવારીની આ ખૂબસુરતી પાછળનું રહસ્ય શું છે.
શ્વેતા તિવારી ફિટ રહેવા માટે શું કરે છે
શ્વેતા તિવારી 44 વર્ષની ઉંમરે પણ સારી ફિટનેસ માટે તેના જીમ રૂટિનને ખૂબ જ ગંભીરતાથી લે છે. સ્ટ્રેન્થ વર્કઆઉટ્સ અને વેઇટ ટ્રેનિંગથી માત્ર વજન જ નહિ પરંતુ મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. શ્વેતા તિવારીને ફિટ રહેવા માટે નિયમિતપણે યોગ પણ કરે છે.
શ્વેતા તિવારી પોતાને ફિટ રાખવા માટે હાઇડ્રેટેડ રાખવા પર ખાસ ભાર મૂકે છે. શક્ય તેટલું વધુ પાણી પીવાથી ચહેરા પર ગ્લો આવે છે અને વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
શ્વેતા તિવારી ડાયટ
વજન કંટ્રોલ કરવા માટે શ્વેતા તેના આહાર પર પણ ખાસ ધ્યાન આપે છે. નાસ્તામાં બ્રાઉન બ્રેડ, ઈંડા સાથે એક કપ ચા પીવાનું પસંદ છે. જેનાથી આખો દિવસ તેને એનર્જી મળે છે. આ સિવાય સવારના નાસ્તામાં 90 ગ્રામ ગ્રીક યોગર્ટ અને 8-10 બદામ પણ ખાય છે.
બપોરના ભોજનમાં શ્વેતા પરાઠા, પનીર ભુર્જી, સલાડ અને લો ફેટ દહીં લે છે. શ્વેતા તિવારી રાત્રિભોજનમાં સલાડ સાથે ચિકન, માછલી ઉમેરીને પ્રોટીનયુક્ત લંચ પસંદ કરે છે. તેના સલાડમાં ટામેટા, પાલક, લેટીસ, કાકડી હોય છે જે તેના આહારમાં બધા જરૂરી પોષક તત્વોને સંતુલિત કરે છે.
