Bollywood news: ઈદના દિવસે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો રીલીઝ થવા જઇ રહી છે. એક અજય દેવગનની 'મેદાન' અને બીજી અક્ષય કુમારની 'બડે મિયાં છોટે મિયાં'. આ બંને ફિલ્મોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. એક ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે અને બીજી એક્શન એન્ટરટેઈનર છે. અક્ષય અને ટાઈગર આ ફિલ્મ સાથે પ્રથમ વખત એકબીજા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.
એડવાન્સ બુકિંગમાં બંને ફિલ્મો સારું કલેક્શન કરી રહી છે. બંને ફિલ્મ એકબીજાને ટક્કર આપી રહી છે. રવિવારે સવારે જે આંકડા સામે આવ્યા છે, તે મુજબ 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મ એડવાન્સ બુકિંગમાં આગળ નીકળી ગયું છે.
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, અજય દેવગનની 'મેદાન'ની 7693 ટિકિટો વેચાઈ છે. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 16 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 'બડે મિયાં છોટે મિયાં'ની 9486 ટિકિટો વેચાઈ છે. જોકે, આ ફિલ્મે એ 27 લાખ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ IMAX 3Dમાં રિલીઝ થશે.
