OPEN IN APP

Aditi Rao Hydari Photos: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર અદિતિ રાવ હૈદરી લાગી 'ક્વીન', જુઓ ખૂબસૂરત તસવીરો

Aditi Rao Hydari In Yellow Gown At Cannes 2023: અદિતિ રાવ હૈદરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે.

By: Dharmendra Thakur   |   Updated: Fri 26 May 2023 11:28 AM (IST)
aditi-rao-hydari-made-her-first-appearance-in-yellow-ruffled-ball-gown-on-the-red-carpet-at-the-cannes-film-festival-2023-see-photos-136595

Aditi Rao Hydari In Yellow Gown At Cannes 2023: અભિનેત્રી અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જલવો બતાવી રહી છે. 25 મેના રોજ અભિનેત્રી બ્લૂ ઓસ્કર ડે લા રેન્ટા ગાઉનમાં જોવા મળી હતી જેમાં તે એકદમ પ્રિન્સેસ લાગી રહી હતી, ત્યારે હવે અભિનેત્રીનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે. આ લુકમાં અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) ક્વીન લાગી રહી છે.

અદિતિ રાવ હૈદરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (2023 Cannes Film Festival)થી પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. આ તસવીરોમાં અદિતિ ઓફ શોલ્ડર સનશાઈન યેલો ગાઉનમાં જોવા મળી રહી છે. આ સાથે જ અભિનેત્રીએ સોફ્ટ કર્લ અને ફ્રેશ ડેવી મેકઅપ લુકને એપ્લાય કર્યો છે. આ સાથે જ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'ખિલેલા ફુલની જેમ.'

આ પહેલા અદિતિ રાવ હૈદરી બ્લૂ ઓસ્કર ડે લા રેન્ટા ગાઉનમાં જોવા મળી હતી જેમાં તે એકદમ પ્રિન્સેસ લુક લાગી રહી હતી. આ બ્લૂ કલરના ગાઉનનો ફ્રંન્ટ અપર સ્લિવર હતો, જેમાં વર્ક પણ જોવા મળી રહ્યો હતો. આ લુકની સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તે વ્હાઈટ હિલ્સમાં જોવા મળી હતી. આ લુકથી પણ ફેન્સ ઘણા ઈમ્પ્રેસ થયા હતા.

અદિતિ રાવ હૈદરીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી આગામી સમયમાં સંજય લીલા ભણસાલી નિર્દેશિત 'હીરામંડી'માં સોનાક્ષી સિંહા અને મનીષા કોઈરાલા સાથે જોવા મળશે. 'હીરામંડી' 2023ના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. અદિતિ છેલ્લે એમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સીરિઝ 'જુબલી'માં જોવા મળી હતી. જેમાં અદિતિના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ સિરીઝની નવી સિઝનમાં તે પરત ફરશે. અદિતિ વેબ સિરીઝ 'તાજ'માં પણ જોવા મળી હતી, જેમાં આશિમ ગુલાટી, નસીરુદ્દીન શાહ અને ધર્મેન્દ્ર પણ છે. આ સિરીઝ Zee5 પર સ્ટ્રીમ થઈ રહી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.