Kunika Sandanand Kumar Sanu Affair: 1990ના દાયકાના સૌથી ફેમસ પ્લેબેક સિંગરમાં ગણાતા કુમાર સાનુ ઘણીવાર તેમના અંગત જીવન કારણે હેડલાઇન્સમાં જોવા મળતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કુમાર સાનુનું નામ અનેક સ્ત્રીઓ સાથે જોડાઇ ચુક્યુ છે. જેમાં એક્ટ્રેસ કુનિકા સદાનંદનો પણ સમાવેશ થાય છે.
કુનિકા અને સોનુ વચ્ચેના સંબંધ વિશે જાણો
સિદ્ધાર્થ કન્નન સાથેના એક પોડકાસ્ટમાં, કુનિકાએ કુમાર સાનુ સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણીએ કહ્યું છ વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. તેઓ એકબીજાને પતિ-પત્ની પણ માનતા હતા. તેઓ પ્રથમ વખત ઉટીમાં મળ્યા હતા, જ્યાં તે એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી અને સાનુ તેની બહેન અને ભાણિયા સાથે વેકેશન કરવા માટે આવ્યો હતો.
વધુમાં જણાવ્યું કે, અમે સાથે ડિનર કરી રહ્યા હતા, તે સમયે કુમાર સાનુ નશામાં હતો. તે ખૂબ રડી રહ્યો હતો અને હોટલની બારીમાંથી કૂદવાની જીદ કરી રહ્યો હતો. તે ખૂબ જ હતાશ જોવા મળી રહ્યો હતો અને તેની સાથે આવેલી તેની બહેન અને ભાણિયાઓને મારે સંભાળવા પડ્યા હતા.
બંને વચ્ચે સંબંધ કેવી રીતે વિકસ્યો
કનિકાએ કહ્યું કે, હું ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી, કારણ કે તે ખરેખર ખૂબ જ દુઃખી હતો. તે તેના લગ્ન તોડવા માંગતો ન હતો અને તેના બાળકોને છોડવા માંગતો ન હતો. તે શાંત થયા પછી, મેં તેને તેના બાળકો અને તેના પ્રત્યેની જવાબદારીઓ યાદ અપાવી. મને લાગે છે કે તે પળ અમને એકબીજાની નજીક લાવ્યા હતા. તે પછી કુમાર સાનુ પાછો આવ્યો અને મારા ફ્લેટની બાજુમાં રહેવા લાગ્યો. અમે સાથે જમવાનું શરૂ કર્યું અને મેં તેને વજન ઘટાડવામાં મદદ કરી હતી. આ રીતે અમારા સંબંધો આગળ વધવા લાગ્યા હતા.
કુનિકાએ આગળ કહ્યું કે, તેણીએ તેના પરિવાર પ્રત્યે આદર રાખીને આ સંબંધ પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યું હતું. અમે શોમાં સાથે પ્રદર્શન કરતી વખતે જ જાહેરમાં જોવા મળતા હતા. હું તેની પત્ની જેવી જ રીતે તેની સાથે રહેતી હતી અને તે મારો પતિ હોય તેવો વ્યવહાર હું તેની સાથે કરતી હતી. એવું લાગતું હતું કે અમારો સંબંધ શકુંતલા અને દુષ્યંત જેવો હતો. પરંતુ પછીથી, મને તેના વિશે એવી કેટલીક એવી બાબતો જાણવા મળી જેનાથી મારુ દિલ તૂટી ગયું હતું.
કુમાર સાનુની પત્નનીને અફેર વિશે જાણ થઇ હતી
કુમરા સાનુની પત્ની રીટા ભટ્ટાચાર્યને અફેર વિશે ખબર પડી ગઈ હતી. તણીએ હોકી સ્ટીકથી મારી કાર પર હુમલો કર્યો અને કાચ તોડી નાખ્યા હતા. તે મારા ઘરની બહાર આવીને બૂમો પાડતી હતી. પણ હું તેને સમજી શકી. તે તેના બાળકો માટે પૈસા માંગતી હતી, તે જરા પણ ખોટી નહોતી.