Aarti Sangani Devang Gohel First Vlog: આરતી સાંગાણી હાલ દેવાંગ ગોહેલ સાથેના પ્રેમ લગ્ન વિવાદને લઈને ચર્ચામાં છે. આ સાથે જ અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં આ કપલ કચ્છના પ્રવાસે છે. આ પ્રવાસનો સમગ્ર અનુભવ તેમણે વ્લોગમાં શેર કર્યો છે.
કચ્છી ખાણી-પીણી અને સંસ્કૃતિ
વ્લોગમાં આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલ ભુજની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ માણતા જોવા મળે છે. કચ્છી દાબેલીથી લઈને પરંપરાગત થાળી સુધીનો અનુભવ તેમણે વર્ણવ્યો છે. જમ્યા પછી તેઓ શહેરના સ્થાનિક બજારોની મુલાકાત લે છે, જ્યાં કચ્છની પ્રખ્યાત હસ્તકલા, ભરતકામ અને રંગબેરંગી વસ્ત્રો જોવા મળે છે.
કચ્છના પ્રવાસ દરમિયાન કપલ ભુજના ઐતિહાસિક સ્થળો જેવા કે આયના મહેલ અને પ્રાગ મહેલની મુલાકાત લે છે. ભૂકંપ પછી પણ અડીખમ ઉભેલા આ મહેલોની કોતરણી અને યુરોપિયન શૈલીનું સ્થાપત્યને આરતી કેમેરામાં કેદ કરે છે, જ્યારે દેવાંગને તેના ઈતિહાસ વિશે રસપ્રદ વાતો કરતો જોઈ શકાય છે.
કચ્છના લોકજીવન અને સુંદરતાની ઝલક
આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલ કચ્છના પ્રખ્યાત રણની પણ મુલાકાત લે છે. ટેન્ટ સિટીનો નજારો અને ત્યાંની વ્યવસ્થા જોઈને તેઓ પ્રભાવિત થાય છે. આરતી અને દેવાંગના વ્લોગમાં કચ્છના લોકજીવન અને તેની સુંદરતાની ઝલક જોઈ શકાય છે.
