Sa Re Ga Ma Pa L'il Champs Winner: સિંગિંગ રિયાલિટી શો સારેગામાપા લિટલ ચેમ્પસ સિઝન 9માં 9 વર્ષીય જેટશેન ડોહના લામા વિનર બની છે. તેને સારેગામાપા 9ની ટ્રોફી જીતી લીધી છે. આ સિઝનમાં શંકર મહાદેવન, અનુ માલિક અને નીતિ મોહન જેવા જજોની પેનલ જોવા મળી હતી. તેમને યંગ સિંગિંગ સેન્સેશનને માર્ગદર્શન આપ્યું હતું. ભારતીસિંહે આ શોને હોસ્ટ કર્યો હતો. 3 મહિના સુધી ચાલેલા આ શોને તેનો વિજેતા મળી ગયો છે.
સારેગામાપા લિટલ ચેમ્પસ ટીવીનો ઘણો પોપ્યુલર શો છે. છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલા આ શોથી દર્શકોને ઘણું મનોરંજન પ્રાપ્ત થયું હતું. 9 વર્ષીય જેટશેન ડોહના સારેગામાપા લિટલ ચેમ્પસ સિઝન 9ની વિનર બની છે. તેને ટ્રોફીના સાથેસાથે 10 લાખ રુપિયા પણ જીત્યા હતા. જ્યારે હર્ષ સિંકદર ફર્સ્ટ રનર અપ અને ન્યાનેશ્વરી ઘાડગે સેકન્ડ રનર અપ રહી હતી.
ફિનાલે એપિસોડમાં બોલીવુડ સુપરસ્ટાર જેકી શ્રોફ, ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ અને મ્યૂઝિક ડાયરેક્ટર અમિત ત્રિવેદી પણ જોવા મળ્યા હતા. આ એપિસોડમાં જેકી શ્રોફે મંઝીરા વગાડ્યા હતા જ્યારે મ્યૂઝિક ડાયરેક્ટર અમિત ત્રિવેદીએ જેટશેનના પર્ફોમન્સથી પ્રભાવિત થઇને સ્ટેજ પર તેની સાથે 'પરેશાન' ગીત ગાવાની રિકવેસ્ટ કરી હતી.
આ જીતથી ઉત્સાહિત જેટશેન ડોહનાએ જણાવ્યું હતું કે, 'મારું સપનું સાકાર થઇ ગયું છે. સાચું કહું તો, આ મુકાબલો ઘણો અઘરો હતો. કારણ કે આ સિઝનમાં બધા કન્ટેસ્ટન્ટ્સ ટેલેન્ટડ હતા. મને અહિયા ઘણું બધું શીખવા મળ્યું. હું મારા મેન્ટર્સનો આભાર વ્યક્ત કરું છું. જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો.' ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો