72 Hoorain Twitter Review: આજે ફિલ્મ '72 હુરેં' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પોતાની જાહેરાતથી લઈને જ વિવાદમાં જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસથી આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ત્યારે આજે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. ત્યારે જાણો ફિલ્મ જોયા પછી ટ્વિટર પર લોકોનું રિએક્શન કેવું છે.
ફિલ્મ જોયા બાદ દર્શકો ફિલ્મના મુખ્ય અભિનેતા પવન મલ્હોત્રા અને આમિર બશીરના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. આ સાથે લોકો જણાવી રહ્યા છે કે ફિલ્મની કહાની અને કોન્સેપ્ટ માત્ર મજબૂત હૃદય વાળા લોકો માટે જ છે.
⭐⭐⭐
— Suryansh Yadav (@a830cc746996444) July 7, 2023
72Hoorain
First half very good , black and white theme works so good,
?brain washing scenes are excellent?pawan Malhotra is best , little slow in second half , could have been better in the climax, overall nice?to watch.#MSDhoni? #HappyBirthdayDhoni #crisisoverleg pic.twitter.com/U9CsRz3gdC
ફિલ્મ '72 હુરેં'નો રિવ્યૂ કરતા ટ્વિટર પર એક યુઝરે કહ્યું, 'ફર્સ્ટ હાફ શાનદાર છે, બ્લેક એન્ડ વ્હાઇટ થીમ શાનદાર કામ કરે છે, બ્રેન વોશિંગ દ્રશ્યો કમાલના છે. પવન મલ્હોત્રા શાનદાર છે, સેકેન્ડ હાફમાં થોડી ધીમી છે ફિલ્મ, ક્લાઈમેક્સ વધુ સારો બની શક્યો હોત, ઓવરઓલ જોવા માટે સારી છે. આ સાથે યુઝરે ફિલ્મને ત્રણ સ્ટાર આપ્યા.'
"Watching it feels like witnessing live acts of terrorism, shaking audiences to their core".
— Anil Pande (@directanil) July 7, 2023
’72 Hoorain’ Movie Review: Exposing the dark nexus of extremism and terrorism @ShillongTimesIn https://t.co/L1QxfZiRoS
અન્ય એક યુઝરે કહ્યું, '72 હુરેંને બેન કરવાની જરૂર નથી. તેને વિશ્વભરમાં રિલીઝ કરો.'
No need to ban it's awesome movie..
— Real_Niranjan? (@iniranjan12_) July 7, 2023
Release world wide#72HoorainJNU #72hoorain @AbhishekOfficl https://t.co/rNL3PZ89P4
અન્ય એક યુઝરે કહ્યું, 'આને જોઈને એવું લાગે છે કે જેમ મેં આતંકવાદના કામોને લાઈવ જોયો હોય, આ પ્રેક્ષકોને અંદરથી હચમચાવી રહી છે. 72 હૂરેન મૂવી રિવ્યુ: ઉગ્રવાદ અને આતંકવાદના ઊંડા જોડાણને ઉજાગર કરે છે આ ફિલ્મ.'
નેશનલ એવોર્ડ વિનર સંજય પુરણ સિંહ ચૌહાણ નિર્દેશિત ફિલ્મ '72 હુરેં'માં પવન મલ્હોત્રા અને આમિર બશીર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય અશોક પાઠક, નરોત્તમ બેન અને રાશિદ નાઝ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ગુલાબ સિંહ તંવર, કિરણ ડાગર, અનિરુદ્ધ તંવર દ્વારા કરવામાં આવ્યું છે. અશોક પંડિત ફિલ્મના સહ-નિર્માતા છે. આ ફિલ્મ કુલ 10 ભાષા - હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ, પંજાબી, ભોજપુરી, કાશ્મીરી, તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી અને આસામી ભાષાઓમાં રિલીઝ થઈ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
