અમદાવાદની વટવા વિધાનસભા બેઠક પર ભાજપના બાબુસિંહ 1 લાખ મતની લીડથી જીત્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 12:05 PM (IST)Updated: Thu, 08 Dec 2022 09:36 PM (IST)
vatva-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-babusinh-jadav-bjp-vs-balwantsinh-gadhvi-congress

વટવા વિધાનસભા બેઠક પરિણામ 2022 (vatva Assembly Constituency Election Result 2022 Result) : અમદાવાદ શહેરની વટવા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવ 1,00,046 મતે વિજેતા થયા છે. આ બેઠક પર ભાજપ ઉમેદવારને 1,51,710 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના બળવંતસિંહ ગઢવીના ખાતામાં 51,664 મત મળ્યા છે. જો મતદાનની ટકાવારી જોઈએ તો, ભાજપને 64.09 ટકા, જ્યારે કોંગ્રેસને 21.83 ટકા મત જ મળ્યા છે.

વટવા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

બાબુસિંહ જાદવ ભાજપ
બળવંતસિંહ ગઢવી કોંગ્રેસ
બિપિન પટેલ આપ
જગબીરસિંહ ચૌધરી જનસેવા ડ્રાઈવર પાર્ટી
વિશાલ સરોજ જન સંઘર્ષ વિરાટ પાર્ટી
નિખિલ પટેલ ભારતીય નેશનલ જનતા દળ
કલ્પેશ શેટે ગુંજ સત્યની જનતા પાર્ટી
કાર્તિક પાન્ડેય પ્રજા વિજય પક્ષ
દિપક શર્મા નેશનલ મહાસભા પાર્ટી
રાકેશ યાદવ સપા
જીજ્ઞાબા ઝાલા પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી
મહેન્દ્ર કુંજાડવાળા જન મન પાર્ટી
અનિલ મુન્દ્રા લોગ પાર્ટી
સુજીત પાન્ડે અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
વટવા બેઠક પર 213681 પુરુષ અને 184983 મહિલા મતદારો તથા 21 અન્ય મળી કુલ 398685 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 55.31 ટકા મતદાન થયું છે.

વટવા બેઠકની રસપ્રદ વિગત
વટવા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 43મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. આ બેઠકમાં દસ્ક્રોઇ તાલુકાના ગામો અને અમદાવાદ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 42 અને ઓઢવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સતત બે ટર્મથી ચૂંટણી જીત્યા છે. આ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને જડેશ્વર વન નિર્માણ પામ્યું છે. જડેશ્વર વન ડમ્પિંગ સાઇટ પર નિર્માણ પામેલું વન છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 32 પુરુષ અને 4 મહિલા મળી કુલ 36 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 14 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. નવા સીમાંકન બાદ બે ટર્મથી અહીંથી પ્રદિપસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે.