ઠાસરા વિધાનસભા બેઠક પરિણામ: ભાજપના યોગેન્દ્રસિંહ પરમાર 61919 મતોથી જીત્યા

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 06:37 PM (IST)Updated: Thu, 08 Dec 2022 06:37 PM (IST)
thasra-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-yogendrasingh-parmar-bjp-vs-kanti-parmar-congress

ઠાસરા વિધાનસભા બેઠક પરિણામ 2022 (Thasra Assembly Constituency Election Result 2022 Result): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં ઠાસરા વિધાનસભા બેઠક પર ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની 61919 મતોથી જીત થઇ છે. અહીં ભાજપમાંથી યોગેન્દ્રસિંહ પરમાર, કોંગ્રેસમાંથી કાંતિ પરમાર અને આપમાંથી નટવરસિંહ રાઠોડ વચ્ચે જંગ જામ્યો હતો.

ઠાસરા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં હતા

ઉમેદવાર પક્ષ
યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ
કાન્તી પરમાર કોંગ્રેસ
નટવરસિંહ રાઠોડ આપ
જીતેષ સેવક ગરવી ગુજરાત પાર્ટી
અહેમદખાન રફીક અપક્ષ
દીપક સેવક અપક્ષ
મહેશ પરમાર અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
ઠાસરા બેઠક પર 139756 પુરુષ અને 133413 મહિલા મતદારો તથા અન્ય 4 મળી કુલ 273173 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 71.64 ટકા મતદાન થયું છે.

ઠાસરા બેઠકની રસપ્રદ વિગત
ઠાસરા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 119 નંબરની બેઠક છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે, જે પંચમહાલ લોકસભા બેઠકમાં આવે છે. ઠાસરામાં બૉક્સાઇટ, ચૂનાખડકો, બેન્ટોનાઇટ, બાંધકામના અન્ય પથ્થર વગેરે મળે છે. ઠાસરામાં એક પુરાણી મસ્જિદ, ઠાસરિયા દેવ તથા અન્ય ચાર દેવાલયો છે. મહેમદાવાદમાં છે તે પ્રકારનો ભમરિયો કૂવો ઠાસરાથી ત્રણ કિમી. દૂર છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 14 પુરુષ અને 1 મહિલા મળી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 9 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 4 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ઠાસરા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. છેલ્લી 3 ટર્મથી અહીંથી કોંગ્રેસના ઉમેદવારની જીત થાય છે. જો કે, 2002માં પ્રથમ વખત અહીંથી ભાજપના ઉમેદવારે વિજય મેળવ્યો હતો. ત્યારથી ભાજપ અહીંથી જીત મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઠાસરા વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના કાંતિભાઈ પરમારએ ભાજપના રામસિંહ પરમારને 7028 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.