સંખેડા વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Sankheda Assembly Constituency Election Result 2022 Result) : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં આદિવાસી બહુમતીવાળી સીટ પર ભાજપે પોતાનો કબજો જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ 30,674 મતની લીડથી જીત મેળવી છે. છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી.
સંખેડા બેઠક પરથી ભાજપમાંથી અભેસિંહ તડવી, કોંગ્રેસમાંથી ધીરુભાઈ ભીલ અને આપમાંથી રંજન તડવી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો. ભાજપના અભેસિંહ તડવીને 99,387 મત મળ્યા, કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલને 68,713 મત તો આપના ઉમેદવાર રંજન તડવીને 18,344 મત મળ્યા છે.
સંખેડા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં
| ઉમેદવાર | પક્ષ | મળેલ મત |
| અભેસિંહ તડવી | ભાજપ | 99,387 |
| ધીરુભાઈ ભીલ | કોંગ્રેસ | 68,713 |
| રંજન તડવી | આપ | 18,344 |
| ફુરકન રાઠવા | બીટીપી | 1100 |
| હિરુભાઈ રાઠવા | પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી | 1039 |
| સતીષ તડવી | અપક્ષ | 2018 |
કેટલા ટકા મતદાન થયું
સંખેડા બેઠક પર 140922 પુરુષ અને 135405 મહિલા મતદારો તથા 2 અન્ય મળી કુલ 276329 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 70.22 ટકા મતદાન થયું છે.
સંખેડા બેઠકની રસપ્રદ વિગત
સંખેડા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 139 નંબરની બેઠક છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.જે છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આવે છે. સંખેડાનું ફર્નિચર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વિશિષ્ઠ પ્રકારનાં ચિત્રો અને લીકર વર્કથી બનતું ફર્નિચર આખાય ગુજરાતની અનેરી ઓળખ છે. આ રાચરચીલું સાગના અથવા અન્ય વૃક્ષના લાકડામાંથી બનાવાય છે. આ કલાને કારણે ફર્નિચર હસ્તકલાના અદ્ભુત નમૂનાની વિશ્વભરમાં નિકાસ થાય છે. આ નગર ઓરસંગ નદી અને ઉચ્છ નદીના કાંઠે વસેલું છે.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 પુરુષ ઉમેદવારો અને 1 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા,તો 1 ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. સંખેડા બેઠક પર વર્ષ 2017માં કુલ 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 7 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.વર્તમાનમાં આદિવાસી બહુમતીવાળી સીટ ભાજપના હાથમાં છે. વર્ષ 2017માં સંખેડામાં ભાજપના અભેસિંહ તડવીએ 13 હજાર વોટના અંતરથી જીત નોંધાવી હતી.
