મહુધા વિધાનસભા બેઠક પરિણામ: ભાજપના સંજયસિહ મહિડા 25689 મતોથી જીત્યા

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 06:36 PM (IST)Updated: Thu, 08 Dec 2022 06:36 PM (IST)
mahudha-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-sanjaysingh-mahida-bjp-vs-indrajeetsingh-parmar-congress

મહુધા વિધાનસભા બેઠક પરિણામ 2022 (Mahudha Assembly Constituency Election Result 2022 Result): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં મહુધા વિધાનસભા બેઠક પર ભાજપના સંજયસિહ મહિડાની 25689 મતોથી જીત થઇ છે. અહીં ભાજપમાંથી સંજયસિહ મહિડા, કોંગ્રેસમાંથી ઇન્દ્રજીતસિંહ પરમાર અને આપમાંથી રામજી વાઘેલા વચ્ચે જંગ જામ્યો હતો.

મહુધા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં હતા

ઉમેદવાર પક્ષ
સંજયસિંહ મહિડા ભાજપ
ઇન્દ્રજીતસિંહ પરમાર કોંગ્રેસ
રામજી વાઘેલા આપ
આરીફ વ્હોરા અપક્ષ
ઇરશાદમહંમદ શેખ અપક્ષ
પૂજામીંયા મલેક અપક્ષ
વાજીદહુસેન મલેક અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
મહુધા બેઠક પર 129361 પુરુષ અને 122859 મહિલા મતદારો તથા અન્ય 6 મળી કુલ 252226 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 69.16 ટકા મતદાન થયું છે.

મહુધા બેઠકની રસપ્રદ વિગત
મહુધા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 118 નંબરની બેઠક છે. ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.જે ખેડા લોકસભા ક્ષેત્રમાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલનો જન્મ મહુધામાં થયો છે. ઉર્જિત પટેલ ભારતીય અર્થશાસ્ત્રી, સલાહકાર અને બેંકર છે, જેમણે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા અને RBIના 24માં ગવર્નર તરીકે 2016થી 2018 સુધી હોદ્દો સંભાળ્યો હતો.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 14 પુરુષ અને 1 મહિલા મળી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 6 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ગુજરાતની રાજનીતિમાં મહુધા બેઠક એક એવી બેઠક છે, કે જે બેઠક ભાજપ આજ દિન સુધી ક્યારેય જીતી શક્યું નથી. 1975થી આ બેઠક પર કોંગ્રેસનો વિજય થતો આવ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહુધા વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ પરમારએ ભાજપના ભરતસિંહ પરમારને 13601 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.