લીમખેડા વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Limkheda Assembly Constituency Election Result 2022 Result) LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં BJP-AAPના ઉમેદવાર વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જો કે અંતે ભાજપના ઉમેદવાર શૈલષ ભાભોરે બાજી મારી હતી. જો કે જીતનું અંતર ઘણું જ નજીવું રહ્યું હતું. ભાજપના ઉમેદવાર શૈલૈષ ભાભોર માત્ર 3,663 મતથી જ જીત મેળવી હતી.
દાહોદ જિલ્લાની લીમખેડા બેઠક પર ભાજપમાંથી શૈલેષ ભાભોર, કોંગ્રેસમાંથી રમેશ ગોંદિયા અને આપમાંથી નરેશ બારિયા વચ્ચે ખરાખરીનો જંગ હતો. આ બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર શૈલેષ ભાભોર અને આપના ઉમેદવાર નરેશ બારિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો. ભાજપના ઉમેદવારને 69,417 મત મળ્યા જ્યારે આપના ઉમેદવારને 65,754 મત મળ્યા હતા. કોંગ્રેસનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારને માત્ર 8,093 મત જ મળ્યા હતા.
લીમખેડા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં
| ઉમેદવાર | પક્ષ | મળેલા મત |
| શૈલેષ ભાભોર | ભાજપ | 69,417 |
| રમેશ ગોંદિયા | કોંગ્રેસ | 8093 |
| નરેશ બારિયા | આપ | 65,754 |
| લક્ષ્મણસિંહ વડકીયા | અપક્ષ | 2840 |
| નીલેશ નીસરતા | સીપીઆઇએમ | 2027 |
કેટલા ટકા મતદાન થયું
લિમખેડા બેઠક પર 110239 પુરુષ અને 112694 મહિલા મતદારો તથા 5 અન્ય મળી કુલ 222938 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 67.01 ટકા મતદાન થયું છે.
લિમખેડા બેઠકની રસપ્રદ વિગત
લીમખેડા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 131 નંબરની બેઠક છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે જે દાહોદ લોકસભામાં આવે છે. લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે. લીમખેડા તાલુકામાં 153 ગામો આવેલાં છે, જેમાંથી 26 ગામો રાજ્યના મુખ્યમંત્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધા છે.વર્ષ 2017માં લીમખેડા તાલુકામાંથી 71 ગામો વડે નવા સીંગવડ તાલુકાની રચના થઇ હતી.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6 પુરુષ ઉમેદવારો અને 1 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા. લીમખેડા બેઠક પર વર્ષ 2017માં કુલ 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 3 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં લીમખેડા વિધાનસભા ક્ષેત્રથી ભાજપ શૈલેષ ભાભોરએ કોંગ્રેસના મહેશ તડવીને 19314 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.
