લીંબડી વિધાનસભા બેઠક પરિણામ: ભાજપના કિરીટસિંહ રાણાનો 25 હજારથી વધુ મતથી વિજય

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 04:12 PM (IST)Updated: Thu, 08 Dec 2022 04:12 PM (IST)
limbdi-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-kiritsinh-rana-bjp-vs-kalpna-dhoriya-congress

લીંબડી વિધાનસભા બેઠક પરિણામ 2022: સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભા બેઠક (Limbdi Assembly Constituency) પરથી ભાજપના કિરીટસિંહ રાણાની જંગી બહુમતીથી જીત થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પર ભાજપના કિરિટસિંહ રાણા (Kiritsinh Rana), કોંગ્રેસના કલ્પના ધોરિયા (Kalpana Dhoria) અને આપના મયુર સાકરીયા (Mayur Sakaria) વચ્ચે ખરાખરીનો જંગ હતો.

લીંબડી બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
કિરિટસિંહ રાણા ભાજપ (જીત)
કલ્પના ધોરિયા કોંગ્રેસ
મયુર સાકરીયા આપ
નાગજીભાઈ ગાબુ રાષ્ટ્ર નિર્માણ પાર્ટી
રાજેશ દલાલ ગરવી ગુજરાત પાર્ટી
મહેન્દ્રકુમાર ચાવડા અપક્ષ
લખમણ વેલાણી અપક્ષ
માવજી પંચાળા અપક્ષ
દિલિપ પરમાર અપક્ષ
પ્રકાશ મકવાણા અપક્ષ
રાહુલ ઝરમરીયા અપક્ષ
યોગેશ રાઠોડ અપક્ષ
જયેશ ઠાકોર અપક્ષ
મહેશ મકવાણા અપક્ષ
રમેશ ધોરિયા અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
લીંબડી બેઠક પર 151138 પુરુષ અને 136496 મહિલા મતદારો તથા 4 અન્ય મળી કુલ 287638 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 62 ટકા મતદાન થયું છે.

લીંબડી બેઠકની રસપ્રદ વિગત
લીંબડી બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 61મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. આ બેઠકમાં લીંબડી તાલુકો, સાયલા તાલુકો અને ચુડા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લીંબડી બેઠક હંમેશા રસાકસીભરી રહી છે. આ બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા સૌથી વધુ વખત ચૂંટણી લડ્યા છે. 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાન ભરવાડનો 19 હજાર કરતા વધુ મતથી વિજય થય હતો.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 29 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 11 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 13 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. છેલ્લી બે ટર્મમાં કોંગ્રેસનો આ બેઠક પરથી વિજય થયો હતો. બન્ને ટર્મમાં કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ જીત્યા હતા. 2017માં સોમા ગાંડા પટેલનો 14651 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 83909 મત મળ્યા હતા. જોકે તેઓ રાજ્યસભામાં સાંસદ બનતા 2020માં આ બેઠક પર પેટા ચૂંટણી થઇ હતી. જેમાં ભાજપના કિરિટસિંહ રાણાનો વિજય થયો હતો.