લાઠી વિધાનસભા બેઠક પરિણામ 2022 (Lathi Assembly Constituency Election Result 2022 Result): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં લાઠી વિધાનસભા બેઠક પર ભાજપના જનક તળાવિયાની 29274 મતોથી જીત થઇ છે. અહીં ભાજપના જનક તળાવિયા, કોંગ્રેસના વિરજી ઠુંમ્મર અને આપના જયસુખ દેત્રોજા વચ્ચે જંગ જામ્યો હતો.
લાઠી બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં હતા
| ઉમેદવાર | પક્ષ |
| જનક તળાવિયા | ભાજપ |
| વિરજી ઠુંમ્મર | કોંગ્રેસ |
| જયસુખ દેત્રોજા | આપ |
| જેરામ પરમાર | રાઇટ ટુ રિકોલ પાર્ટી |
| જગદીશચંદ્ર માયાણી | વ્યવસ્થા પરિવર્તન પાર્ટી |
| દિલાભાઈ કોરેજા | અપક્ષ |
| મુનાભાઈ બાવળિયા | અપક્ષ |
કેટલા ટકા મતદાન થયું
લાઠી બેઠક પર 116153 પુરુષ અને 107510 મહિલા મતદારો મળી કુલ 223663 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 58.67 ટકા મતદાન થયું છે.
લાઠી બેઠકની રસપ્રદ વિગત
લાઠી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 96મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી છે. આ બેઠકમાં લાઠી તાલુકો અને બાબરા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક સમયે આ બેઠક પર ભાજપનો દબદબો હતો. 1995 બેચરભાઈ ભાદાણીએ આ બેઠક જીતીને ભાજપનું ખાતુ ખોલાવ્યું હતું. બેચરભાઈ ભાદાણી આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા. 1995, 98 અને 2002માં તેઓ ભાજપની ટિકિટ પર વિજયી થયા હતા. 2007માં બેચરભાઈ ભાદાણી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના હનુભાઈ ધોરાજીયા સામે હારી ગયા હતા. 2012 અને 2017માં આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 21 પુરુષ અને 1 મહિલાઓ મળી કુલ 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. પરંતુ 2012માં બાવકુ ઉંધાડે બેઠક જીતીને ભાજપનો વિજય રથ અટકાવ્યો હતો. 2017માં કોંગ્રેસના વિરજી ઠુમ્મરનો 9343 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 64743 મત મળ્યા હતા.
જાણો તમારા જિલ્લાની અન્ય બેઠકોની વિગત:
ધારી વિધાનસભા બેઠક
અમરેલી વિધાનસભા બેઠક
સાવરકુંડલા વિધાનસભા બેઠક
રાજુલા વિધાનસભા બેઠક
