જૂનાગઢ વિધાનસભા બેઠક પરિણામ: ભાજપના સંજય કોરડીયાનો વિજય

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 02:24 PM (IST)Updated: Thu, 08 Dec 2022 03:58 PM (IST)
junagadh-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-sanja-koradia-bjp-vs-bhikhabhai-joshi-congress

જૂનાગઢ વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Junagadh Assembly Constituency Election Result 2022 Result) LIVE : જૂનાગઢની બેઠક પર ભાજપના સંજય કોરડીયાનો વિજય થયો છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ બેઠક પર ભાજપમાંથી સંજય કોરડીયા, કોંગ્રેસમાંથી ભીખાભાઈ જોષી અને આપમાંથી ચેતન ગજેરા વચ્ચે ખરાખરીનો જંગ હતો.

જૂનાગઢ બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
સંજય કોરડીયા ભાજપ (જીત)
ભીખાભાઈ જોષી કોંગ્રેસ
ચેતન ગજેરા આપ
દિલીપ ગોરફાડ ભારતીય જન પરિષદ
મયુર રાણવા બસપા
ઘનશ્યામ મશરૂ અપક્ષ
હરેશ સરધારા અપક્ષ
મમતાબેન બોતવાડિયા અપક્ષ
શશીકાંત રાવત અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
જૂનાગઢ બેઠક પર 147939 પુરુષ અને 139767 મહિલા મતદારો તથા 15 અન્ય મળી કુલ 287721 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 55.82 ટકા મતદાન થયું છે.

જૂનાગઢ બેઠકની રસપ્રદ વિગત
જૂનાગઢ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 86મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જૂનાગઢ છે. જૂનાગઢ શહેર ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગીરનાર આ જિલ્લામાં આવેલો છે. ભવનાથમાં મહાશિવરાત્રીએ મેળો યોજાય છે. 15 સપ્ટેમ્બર 1947ના રોજ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરાઈ અને શામળદાસ ગાંધી અને દયાશંકર દવે સહિતના આગેવાનોએ આરઝી હકૂમતની રચના કરી હતી. 1 જાન્યુઆરી 1949ના રોજ જૂનાગઢનું સૌરાષ્ટ્રમાં વિલનીકરણ કરવામાં આવ્યું હતું. આ બેઠક પર સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ મહેન્દ્ર મશરુના નામે છે. 1990થી 2012 સુધી યોજાયેલી 6 વિધાનસભા ચૂંટણીમાં મહેન્દ્ર મશરુ વિજયી થયા હતા. આ સમયગાળા દરમિયાન ચાર ચૂંટણી તેઓ ભાજપની ટિકિટ પર લડ્યા હતા. 1998થી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જૂનાગઢ ભાજપનો ગઢ બની ગયું. જોકે 2017માં કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ ભાજપ અને મહેન્દ્ર મશરુના વિજયરથને અટકાવ્યો અને કોંગ્રેસ વિજયી બન્યું.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 21 પુરુષ અને 2 મહિલા મળી કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે આ બેઠક ભાજપનો ગઢ હતી પરંતુ 2017માં આ બેઠક પર કોંગ્રેસના ભીખાભાઈ જોશીનો 6084 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 76850 મત મળ્યા હતા.