ઝાલોદ વિધાનસભા બેઠક પરિણામ LIVE: ભાજપ-આપના ઉમેદવાર વચ્ચે ખરાખરીના જંગ બાદ મહેશ ભુરીયાએ બાજી મારી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 04:00 AM (IST)Updated: Thu, 08 Dec 2022 04:33 PM (IST)
jhalod-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-mahesh-bhuriya-bjp-vs-mitesh-garasiya-congress

ઝાલોદ વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Jhalod Assembly Constituency Election Result 2022 Result) LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં ભારે રસાકસી જોવા મળી હતી. જો કે અંતે ભાજપના ઉમેદવાર મહેશ ભુરીયાએ 35,222 માર્જીનથી જીત મેળવી હતી.

દાહોદ જિલ્લાની ઝાલોદ બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી. ઝાલોદ બેઠક પરથી ભાજપમાંથી મહેશ ભુરીયા, કોંગ્રેસમાંથી મિતેશ ગરાસિયા અને આપમાંથી અનિલ ગરાસિયા મેદાનમાં હતા. ઝાલોદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મહેશ ભુરીયાને 82,745 મત મળ્યા હતા. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કરતા આપના ઉમેદવાર અનિલ ગરાસિયાનું પ્રદર્શન સારું રહ્યું હતું. અનિલ ગરાસિયાને 47,523 મત મળ્યા હતા. જ્યારે મિતેશ ગરાસિયાને 21,863 મત મળ્યા હતા.

ઝાલોદ બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ મળેલા મત
મહેશ ભુરીયા ભાજપ 82,745
મિતેશ ગરાસિયા કોંગ્રેસ 21,863
અનિલ ગરાસીયા આપ 47,523
મનસુખ કટારા બીટીપી 1525
મોહન સંગાડા અપક્ષ 1210
હરિચંદ્ર મહિડા અપક્ષ 1308

કેટલા ટકા મતદાન થયું
ઝાલોદ બેઠક પર 136092 પુરુષ અને 135697 મહિલા મતદારો તથા 4 અન્ય મળી કુલ 271793 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 58.86 ટકા મતદાન થયું છે.

ઝાલોદ બેઠકની રસપ્રદ વિગત
ઝાલોદ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 130 નંબરની બેઠક છે. ઝાલોદ તાલુકો દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઝાલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે જે દાહોદ લોકસભામાં આવે છે. વર્ષ 2013 સુધી ઝાલોદ તાલુકામાં 151 ગામો હતા, પરંતુ 2013માં ઝાલોદ તાલુકામાંથી 56 ગામો છૂટા પાડીને સંજેલી તાલુકાની રચના કરવામાં આવતા હવે આ તાલુકાનાં કુલ ગામોની સંખ્યા 97 છે. તાલુકામાં 5 નદીઓ આવેલી છે. મુખ્ય પાકો મકાઈ, ડાંગર, તુવેર, ચણા છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 13 પુરુષ અને 1 મહિલા મળી કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 0 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ઝાલોદ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીં માત્ર 2002માં એક વખત ભાજપને જીત મળી હતી. બાકીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઝાલોદ વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસ ભાવેશ કટારાએ ભાજપના મહેશ ભુરિયાને 25410 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.