જામજોધપુર વિધાનસભા બેઠક પરિણામ LIVE: આપના હેમંત આહીરની જીત

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Thu, 08 Dec 2022 02:26 PM (IST)Updated: Thu, 08 Dec 2022 03:55 PM (IST)
jamjodhpur-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-chimanbhai-sapariya-bjp-vs-chirag-kalariya-congress

જામજોધપુર વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Jamjodhpur Assembly Constituency Election Result 2022 Result) LIVE : જામનગરની જામજોધપુર બેઠક પર આપના હેમંત આહીરની જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી ચીમન સાપરીયા, કોંગ્રેસમાંથી ચિરાગ કાલરિયા અને આપમાંથી હેમંત આહીર વચ્ચે ખરાખરીનો જંગ હતો.

જામજોધપુર બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
ચીમન સાપરીયા ભાજપ
ચિરાગ કાલરિયા કોંગ્રેસ
હેમંત આહીર આપ (જીત)
જુણેજા સબ્બીરભાઈ સપા
બસીર સમા અપક્ષ
પ્રવિણ પટેલ અપક્ષ
અબુ ઉમર શીડા અપક્ષ
અમીત જોષી અપક્ષ
આંબાભાઈ વાવેચા અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
જામજોધપુર બેઠક પર 117042 પુરુષ અને 110483 મહિલા મતદારો અને 1 અન્ય મળી કુલ 227526 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 65.43 ટકા મતદાન થયું છે.

જામજોધપુર બેઠકની રસપ્રદ વિગત
જામજોધપુર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 80મા નંબરની બેઠક છે. આ બેઠક જામનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં જામજોધપુર તાલુકો, લાલપુર તાલુકો અને ભાણવડ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક પરથી ભાજપના ચિમન સાપરિયા 6 વખત ચૂંટણી લડ્યા છે. જેમાં 1995, 1998, 2002 અને 2012માં તેમનો વિજય થયો હતો. જ્યારે 2007 અને 2017માં તેમને કોંગ્રેસના ઉમેદવાર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 20 પુરુષ અને 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો 5 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા. જામજોધપુર બેઠક પર વર્ષ 2017માં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. જામજોધપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયાએ ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.