Gujarat Assembly Elections 2022: કોંગ્રેસના ગઢ વાગરા બેઠક પર ભાજપે પાડ્યું ગાબડું, જાણો શું હતી 2017ની સ્થિતિ

By: Harshal MakwanaEdited By:Harshal MakwanaPublish Date: Sat, 05 Nov 2022 04:14 PM (IST)Updated: Thu, 17 Nov 2022 04:38 PM (IST)
gujarat-election-2017-vagra-vidhan-sabha-seat-mla-chunav-result-winner-candidate-party-news-in-gujarati

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

વાગરા બેઠકની રસપ્રદ વિગત
વાગરા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 151 નંબરની બેઠક છે. વાગરા ભરુચ લોકસભા બેઠકમાં આવે છે. સામાન્ય રીતે ગામડાના નાના એકમથી દરેક તાલુકાનું અસ્તિત્વ બને છે, તેમ વાગરા તાલુકો 67 મહેસુલી ગામો ધરાવતો તાલુકો છે. વાગરાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, વેપાર, નોકરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસ તેમજ તુવરની થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે આ તાલુકામાં આવેલો દહેજ-ગંધાર વિસ્તાર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જેનું મુખ્ય કારણ દહેજ ખાતેનું બંદર છે.

11 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 21 પુરુષ અને 0 મહિલા મળી કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ભરૂચની વાઘરા બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ રહી હતી. પણ કોંગ્રેસનો દબદબો ખતમ કરીને અહીં છેલ્લી બે ટર્મથી કમળ ખીલી રહ્યું છે. વર્ષ 2012 અને 2017માં અહીંથી ભાજપના અરુણસિંહ રાણાની જીત થઈ હતી. 1962થી 2007 દરમિયાનની 11 ચૂંટણીઓમાં માત્ર બે વખત ભાજપની જીત થઈ હતી. જો કે, છેલ્લી બે ટર્મથી અહીંથી ભાજપની જીત થતાં આ વખતે જોવાનું રહેશે કે કોંગ્રેસ પોતાનો ગઢ પરત મેળવી શકે છે કે કેમ.

આ બેઠક પર 2022માં કેટલા મતદારો
વાગરા બેઠક પર બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 113200, સ્ત્રી મતદારો 108554, જ્યારે અન્યોની સંખ્યા 3 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 221767 છે.

બે તબક્કામાં મતદાન
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.