Gujarat Assembly Elections 2022: સુરત પૂર્વ બેઠક પર ભાજપનો દબદબો, જાણો શું હતી 2017ની સ્થિતિ

By: Harshal MakwanaEdited By:Harshal MakwanaPublish Date: Sat, 05 Nov 2022 06:36 PM (IST)Updated: Thu, 17 Nov 2022 04:28 PM (IST)
gujarat-election-2017-surat-east-vidhan-sabha-seat-mla-chunav-result-winner-candidate-party-news-in-gujarati

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

સુરત પૂર્વ બેઠકની રસપ્રદ વિગત
સુરત પૂર્વ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 159 નંબરની બેઠક છે. આ બેઠક સુરત જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરત છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. મુંબઇથી અલગ રાજ્ય બન્યા બાદ ગુજરાતમાં 1962માં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી આ બેઠક પર કોંગ્રેસ જીતતું આવતું હતું પરંતુ 1975માં કાશીરામ રાણા ભારતીય જનસંઘની ટિકિટથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જોકે 1980માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 1990માં મદનલાલ કાપડિયાએ ભાજપની ટિકિટ પર આ બેઠક પર જીત મેળવી અને ત્યારથી આ બેઠક પર ભાજપ જ જીતતું આવ્યું છે.

14 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 29 પુરુષ અને 3 મહિલા મળી કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 17 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. સુરત પૂર્વ બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો જોવા મળે છે. 1990 બાદ આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. માત્ર 2002ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. જે બાદ 2007, 2012, 2017માં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. 2007 અને 2012માં ભાજપના રણજીત ગીલાટીવાલા જીત્યા હતા. જો કે, 2017માં નો રિપીટ થિયરીને કારણે ભાજપે અરવિંદ રાણાને ટિકિટ આપી હતી.

આ બેઠક પર 2022માં કેટલા મતદારો
સુરત પૂર્વ બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 108667, સ્ત્રી મતદારો 105980, જ્યારે અન્યોની સંખ્યા 41 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 214688 છે.

બે તબક્કામાં મતદાન
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.