Gujarat Assembly Elections 2022: ઝઘડિયા બેઠક પર છે છોટુ વસાવાનો દબદબો, 1990થી કોઈ હરાવી શક્યું નથી, જાણો શું હતી 2017ની સ્થિતિ

By: Harshal MakwanaEdited By:Harshal MakwanaPublish Date: Sat, 05 Nov 2022 04:29 PM (IST)Updated: Thu, 17 Nov 2022 04:37 PM (IST)
gujarat-election-2017-jhagadia-vidhan-sabha-seat-mla-chunav-result-winner-candidate-party-news-in-gujarati

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

ઝઘડીયા બેઠકની રસપ્રદ વિગત
ઝઘડીયા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 152 નંબરની બેઠક છે. ઝઘડીયા ભરુચ લોકસભા બેઠકમાં આવે છે. ઝઘડીયા ભરૂચ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. આ તાલુકાની મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે. ઝઘડીયામાં ગાયત્રી મંદિર, જૈન દેરાસર, ગુમાનદેવ હનુમાનદાદાનું મંદિર, સેવા રૂરલ હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ ગ્રામીણ તકનીકી કેન્દ્ર, જીઆઇડીસી. સહિત અનેક મહત્વનાં સ્થળો આવેલા છે. અહીંથી નજીક આવેલા ઝાઝપોર ગામની બાજુમાં આવેલ કડિયા ડુંગર પર પ્રાચીન કાળની ગુફાઓ આવેલી છે, તેમજ આ ડુંગરની તળેટીમાં ઉદાસીન અખાડા દ્વારા એક આશ્રમ પણ બનાવવામાં આવેલ છે.

3 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5 પુરુષ અને 1 મહિલા મળી કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 1 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ઝઘડિયા બેઠક પર આદિવાસી મતદાતાઓનું પ્રભુત્વ છે. અહીં બીટીપી પાર્ટીના છોટુ વસાવાનો દબદબો જોવા મળે છે. 1990 બાદની તમામ ચૂંટણીઓમાં આ બેઠક પર છોટુ વસાવાની જીત થતી આવી છે. છોટુ વસાવા અગાઉ જેડી(યુ)માં હતા, બાદમાં તેઓએ પોતાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટી બનાવી હતી. છેલ્લા 35 વર્ષોથી છોટુ વસાવા આ બેઠક પરથી જીતતા આવ્યા છે અને તેમના હરાવવા એ કોંગ્રેસ અને ભાજપ માટે એક પડકારસમાન છે.

આ બેઠક પર 2022માં કેટલા મતદારો
ઝઘડીયા બેઠક પર બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 131341, સ્ત્રી મતદારો 127403, જ્યારે અન્યોની સંખ્યા 7 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 258751 છે.

બે તબક્કામાં મતદાન
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.