election
Gujarat Assembly Elections 2022: જાણો બીજા તબક્કામાં કઈ પાર્ટીએ કેટલા કરોડપતિ ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતાર્યાં
ગાંધીનગર.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનો ADR રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં પક્ષ પ્રમાણે કેટલા કરોડપતિ ઉમેદવારો છે, તેની રસપ્રદ વિગત સામે આવી છે. બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 240 કરોડપતિ ઉમેદવારો મેદાને છે. આ 240માંથી 5 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા 94, 2થી 5 કરોડની સંપત્તિ ધરાવતા 74 ઉમેદવારો છે. બાકી 72 ઉમેદવારો 1થી 2 કરોડની સંપત્તિ ધરાવે છે. જેની સમગ્ર વિગત નીચે પ્રમાણે છે.
યાદી પ્રમાણે બીજા તબક્કામાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીએ ઉતાર્યા છે. કુલ 90 ઉમેદવારોમાંથી 77 ઉમેદવારો કરોડપતિ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના 93માંથી 75 ઉમેદવારો કરોડપતિ છે. કઈ પાર્ટીએ કેટલા કરોડપતિ ઉમેદવારો ઉભા કર્યાં છે તેની સંપૂર્ણ વિગત નીચે પ્રમાણે છે.
પક્ષ | કુલ કેટલા ઉમેદવાર | કરોડપતિ ઉમેદવાર |
કોંગ્રેસ | 90 | 77 |
ભાજપ | 93 | 75 |
અપક્ષ | 285 | 36 |
AAP | 93 | 35 |
ગુંજ સત્યની જનતા પાર્ટી | 7 | 4 |
રાષ્ટ્રીય સમાજ પક્ષ | 5 | 3 |
જન સેવા ડ્રાઈવર પાર્ટી | 16 | 2 |
NCP | 2 | 2 |
ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન | 7 | 2 |
સૈનિક સમાજ પાર્ટી | 1 | 1 |
લોગ પાર્ટી | 9 | 1 |
ભારતીય રાષ્ટ્રીય જનતા દળ | 4 | 1 |
ભારતિય જન પરિષદ | 11 | 1 |
કુલ | 623 | 240 |
2 તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાવાની છે. જેમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022 અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. મતગણતરી 8 ડિસેમ્બરે હાથ ધરાશે.