ગરબાડા વિધાનસભા બેઠક પરિણામ LIVE: ખરાખરીના જંગ બાદ ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ મહેન્દ્ર ભાભોરની જીત

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 03:45 PM (IST)Updated: Thu, 08 Dec 2022 04:01 PM (IST)
garbada-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-mahendra-bhabhor-bjp-vs-chandrikaben-bariya-congress

ગરબાડા વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Garbada Assembly Constituency Election Result 2022 Result) LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરે બાજી મારી છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. જો કે અંતે ભાજપના ઉમેદવારે બાજી મારતા 27,825 માર્જીનથી ચૂંટણી જીતી છે. ગરબાડા બેઠક પરથી ભાજપમાંથી મહેન્દ્ર ભાભોર, કોંગ્રેસમાંથી ચંદ્રિકાબેન બારિયા અને આપમાંથી શૈલેષ ભાભોર વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.

ગરબાડા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ મળેલા મત
મહેન્દ્ર ભાભોર ભાજપ 62,427
ચંદ્રિકાબેન બારિયા કોંગ્રેસ 34,602
શૈલેષ ભાભોર આપ 33,595
ઘુળાભાઈ ભાભોર બસપા 2222
રમસુભાઈ ભાભોર બીટીપી 1362
જગદીશ મેડા ભારતીય નેશનલ જનતા દળ 2130
કેતન બામણ્યા અપક્ષ 6219

કેટલા ટકા મતદાન થયું
ગરબાડા બેઠક પર 143504 પુરુષ અને 146959 મહિલા મતદારો મળી કુલ 290463 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 50.15 ટકા મતદાન થયું છે.

ગરબાડા બેઠકની રસપ્રદ વિગત
ગરબાડા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 133 નંબરની બેઠક છે. દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો ગરબાડા દાહોદ લોકસભા બેઠકમાં આવે છે. ગરબાડા તાલુકામાં 34 ગામો આવેલાં છે. ગરબાડા તાલુકાની વસ્તી તેમજ ભૌગોલીક વિવિધતા ધરાવતો તાલુકો છે ગરબાડા તાલુકાની મોટા ભાગની વસ્તી આદિવાસી છે. અને પોતાના સર્વે નંબરની જમીનમાં પોતાની ભાગે આવતી જમીનમાં મકાનો બાંધીને સ્વતંત્ર રીતે રહે છે. અહીની જમીન ઓછી ફળદ્રુપતાવાળી, ઢાળવાળી તથા પત્થરવાળી જમીન આવેલી છે. ગરબાડા ગુજરાતના સૌથી પૂર્વ છેડે આવેલું હોવાથી અહીં સૌથી પહેલો સૂર્યોદય થાય છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 7 પુરુષ ઉમેદવારો અને 2 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. ગરબાડા બેઠક પર વર્ષ 2017માં કુલ 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 4 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. વર્ષ 2017માં ગરબાડામાં કોંગ્રેસના ચંદ્રીકાબેન બારીયાને 64 હજાર મત મેળવીને જીત મેળવી હતી. જ્યારે ભાજપના મહેન્દ્રભાઈ ભાભોરને 48 હજાર વોટ મળ્યા હતા. આ ઉપરાંત બસપા, જેડીયૂના ઉમેદવારોએ પોતાના નસીબ અજમાવ્યા હતા. જો કે તેમણે બેથી ત્રણ હજાર જ વોટ મળ્યા હતા.