ફતેપુરા વિધાનસભા બેઠક પરિણામ 2022 ( Fatepura Assembly Constituency Election Result 2022 Result) : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો હતો. ભાજપના ઉમેદવાર રમેશ કટારા 19,531 લીડથી જીત મેળવી છે.
દાહોદ જિલ્લાની ફતેપુરા બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી. ફતેપુરા બેઠક પરથી ભાજપમાંથી રમેશ કટારા, કોંગ્રેસમાંથી રઘુભાઈ મછાર અને આપમાંથી ગોવિંદભાઈ પરમાર વચ્ચે ખરાખરીનો જંગ જોવ મળ્યો. ભાજપના ઉમેદવાર રમેશ કટારાને 59,581 મત મળ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ મછારને 29,479 જ્યારે આપના ઉમેદવાર ગોવિંદ પરમાર બીજા નંબરે રહેતા 40,050 મત મળ્યા.
ફતેપુરા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં
| ઉમેદવાર | પક્ષ | મળેલા મત |
| રમેશ કટારા | ભાજપ | 59,581 |
| રઘુભાઈ મછાર | કોંગ્રેસ | 29,479 |
| ગોવિંદ પરમાર | આપ | 40,050 |
| વિરાભાઈ મછાર | ભારતીય જન પરિષદ | 1414 |
| કનુભાઈ કટારા | સીપીઆઇએમ | 1710 |
| રાકેશ કિશોરી | ગુજરાત નવનિર્માણ સેના | 1160 |
| અલ્કેશ કટારા | બીટીપી | 1546 |
કેટલા ટકા મતદાન થયું
ફતેપુરા બેઠક પર 126332 પુરુષ અને 128645 મહિલા મતદારો તથા 4 અન્ય મળી કુલ 254981 મતદાતાઓ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 54 ટકા મતદાન થયું છે.
ફતેપુરા બેઠકની રસપ્રદ વિગત
ફતેપુરા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 129 નંબરની બેઠક છે. ફતેપુરા દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે. ફતેપુરા દાહોદ લોકસભામાં આવે છે. . ફતેપુરામાં 96 જેટલા ગામો આવેલા છે. આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 2012માં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના રમેશ કટારાનો વિજય થયો હતો. 2017ની ચૂંટણીમાં પણ ભાજપે રમેશ કટારાને ટિકિટ આપી હતી અને તેમનો વિજય થયો હતો.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 8 પુરુષ અને 1 મહિલા મળી કુલ 9 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 4 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ફતેપુરા બેઠક 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. 2012 અને 2017ની ચૂંટણીમાં અહીંથી ભાજપનો જ વિજય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફતેપુરા વિધાનસભા ક્ષેત્રથી ભાજપ રમેશ કટારાએ કોંગ્રેસના રઘુભાઈ મચ્છારને 2711 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી.
