અમદાવાદની ધોળકા વિધાનસભા બેઠક પર ભાજપના કિરીટસિંહ ડાભી જીત્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 08:45 AM (IST)Updated: Thu, 08 Dec 2022 06:03 PM (IST)
dholka-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-kiritsinh-dabhi-bjp-vs-ashwin-rathod-congress

અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ ડાભી 13,405 મતે વિજેતા થયા છે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, ધોળકા વિધાનસભા પરથી ભાજપ ઉમેદવાર કિરીટસિંહ ડાભીને 84,773 મત મળ્યા છે. જ્યારે બીજા ક્રમે રહેલા કોંગ્રેસ ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડને 41.9 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપ ઉમેદવારની મત ટકાવારી 49.77 ટકા છે.

ધોળકા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
કિરીટસિંહ ડાભી ભાજપ
અશ્વિન રાઠોડ કોંગ્રેસ
જટુભા ગોળ આપ
વિદ્યાબેન પાંડવ બસપા
અરવિંદ ઠાકોર ગરવી ગુજરાત પાર્ટી
વિજય જાદવ લોગ પાર્ટી
વિનોદ જોગદિયા પ્રજા વિજય પક્ષ
ભરત રાઠોડ અપક્ષ
સલીમ વ્હોરા અપક્ષ
મનુભાઈ રાઠોડ અપક્ષ
વિજય પરમાર અપક્ષ
ઇકરામુદ્દીન વ્હોરા અપક્ષ
યોગેશ પટેલ અપક્ષ
રમણ વાઘેલા અપક્ષ
હસમુખ રાઠોડ અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
ધોળકા બેઠક પર 204050 પુરુષ અને 187245 મહિલા મતદારો તથા 9 અન્ય મળી કુલ 391304 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 66.61 ટકા મતદાન થયું છે.

ધોળકા બેઠકની રસપ્રદ વિગત
ધોળકા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 58મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ખેડા છે. આ બેઠકમાં ધોળકા તાલુકો અને બાવળા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોળાવિરાની જેમ લોથલ પણ હડપ્પા સંસ્કૃતિના સૌથી વિકસિત શહેરોમાનું એક હતું. જે ધોળકામાં આવેલું છે. ધોલેરા સ્માર્ટ સિટી પણ ધોળકા તાલુકામાં જ આવેલું છે. 2017માં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડસમાં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને 327 મતની માર્જીનથી તેમનો વિજય થયો હતો.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 32 પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 9 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, જ્યારે 10 લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. ધોળકા બેઠક પર વર્ષ 2017માં કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 327 મતથી જ જીત નોંધાવી હતી.