અમદાવાદ.
અમદાવાદ જિલ્લાની ધંધુકા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કાળુભાઈ ડાભી 34,326 મતે વિજયી થયા છે. આ બેઠક પર કાળુભાઈની કોંગ્રેસ ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા સામે મુકાબલો હતો.
આ બેઠક પર ભાજપ ઉમેદવાર કાળુભાઈને 91,528 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 57,202 મત મળ્યા છે. જો મતદાનની ટકાવારી જોઈએ તો, આ બેઠક પર ભાજપ ઉમેદવારને 55.1 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 34.44 ટકા મત મળ્યા છે.
મારા હરીફ ભલે જીતનો આશાવાદ વ્યક્ત કરે, પરંતુ કોંગ્રેસની જીતમાં શંકાને કોઈ સ્થાન નથી: હરપાલ સિંહ
ધંધુકા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હરપાલ સિંહે જીતનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, કોંગ્રેસની જીતમાં શંકાને કોઈ સ્થાન નથી. અમારા વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને લાઈટ, પિયતના પ્રશ્નો તેમજ શહેરી વિસ્તારમાં કૉલેજના પ્રશ્નો, બ્રિજના પ્રશ્ન તેમજ ગટર અને પીવાના પાણી મિક્સ થઈ જવાની સમસ્યા જેવા અનેક પ્રશ્નો છે. મારા હરીફ ભલે જીતનો આશાવાદ વ્યક્ત કરતા, પરંતુ તે અમારા વિધાનસભા વિસ્તારના નથી. તે અમારા મત વિસ્તારન મતદારો તેમજ સ્થાનિક પ્રશ્નોથી વાકેફ નથી.
ધંધુકા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં
| ઉમેદવાર | પક્ષ |
| કાળુભાઈ ડાભી | ભાજપ |
| હરપાલસિંહ ચુડાસમા | કોંગ્રેસ |
| ચંદુભાઈ બામરોલિયા | આપ |
| તુલસી સોલંકી | રાઈટ ટુ રિકોલ પાર્ટી |
| અશોક પટેલ | જનસેવા ડ્રાઈવર પાર્ટી |
| પ્રવિણ જીણીયા | બસપા |
| રોશનીબેન ગોરહવા | સીપીઆઇએમ |
| રવજી કાલીયા | વ્યવસ્થા પરીવર્ત પાર્ટી |
| હરેશ ગોહેલ | બીટીપી |
| ગુલામમયુદિનિ ઘોઘારી | અપક્ષ |
| રમેશ વાઘેલા | અપક્ષ |
કેટલા ટકા મતદાન થયું
ધંધુકા બેઠક પર 144485 પુરુષ અને 129535 મહિલા મતદારો તથા 1 અન્ય મળી કુલ 274021 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 60.25 ટકા મતદાન થયું છે.
ધંધુકા બેઠકની રસપ્રદ વિગત
ધંધુકા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 59મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. આ બેઠકમાં ધંધુકા તાલુકો, રાણપુર તાલુકો અને બરવાળા તાલુકાના ગામોનો સમાવેશ કરાયો છે. આ બેઠક 1980માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠકમાં જોવાલાયક સ્થળોમાં સાળંગપુર હનુમાન મંદિર, બીએપીએસ અક્ષરનિવાસ સ્વામિનારાયણ મંદિર વગેરે છે. 1990થી આ બેઠક ભાજપના ગઢ સમાન હતી પરંતુ 2017માં કોંગ્રેસના રાજેશ ગોહિલે ભાજપના કાળુભાઈ ડાભીને હરાવીન ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 32 પુરુષ ઉમેદવારો અને 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 8 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, જ્યારે 11 લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. ધંધુકા બેઠક પર વર્ષ 2017માં કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 14 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના રાજેશ ગોહિલને 67477 મત મળ્યા હતા.
ધોળકા બેઠક પર શું છે સ્થિતિ?
