અમદાવાદ શહેરની દાણીલીમડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો, શૈલેષ પરમારની જીત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 03:00 PM (IST)Updated: Thu, 08 Dec 2022 03:35 PM (IST)
danilimda-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-naresh-vyas-bjp-vs-shailesh-parmar-congress

દાણીલીમડા વિધાનસભા બેઠક પરિણામ 2022 (danilimda Assembly Constituency Election Result 2022 Result): અમદાવાદ શહેરની દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના શૈલેષ પરમાર સતત બીજી વખત વિજેતા થયા છે. શૈલેષ પરમારે ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસને 13,487 મતોથી હરાવ્યાં છે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, ભાજપ ઉમેદવારને કુલ 55,643 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 69,130 મત મળ્યા છે. જો મતદાનની ટકાવારી જોઈએ તો, ભાજપ ઉમેદવારને 35.52, જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 44.13 ટકા મત મળ્યા છે.

દાણીલીમડા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
નરેશ વ્યાસ ભાજપ
શૈલેષ પરમાર કોંગ્રેસ
દિનેશ કાપડીયા આપ
કૌશિકાબેન પરમાર AIMIM
વિક્રમ વાઘેલા રાષ્ટ્રીય પાવર પાર્ટી
વસંત વાઘેલા સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી
કસ્તુર પરમાર પ્રજા વિજય પક્ષ
નિલેશ પરમાર જનસેવા ડ્રાઈવર પાર્ટી
છનાભાઈ પરમાર ગરવી ગુજરાત પાર્ટી
કંકુબેન રાઠોડ સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા
પરષોત્તમ સિંધવ અપક્ષ
જમનાબેન વેગડા અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
દાણીલીમડા બેઠક પર 138467 પુરુષ અને 128106 મહિલા મતદારો તથા 13 અન્ય મળી કુલ 266586 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 56 ટકા મતદાન થયું છે.

દાણીલીમડા બેઠકની રસપ્રદ વિગત
દાણીલીમડા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 54મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ વેસ્ટ છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 3 વોર્ડ અને અમદાવાદ તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2008માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. એ પહેલા આ બેઠક શહેર કોટડા બેઠક હેઠળ આવતી હતી અને 1975થી આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. 1995માં ભાજપના ગિરીશ પરમારે કોંગ્રેસના દિગ્ગજ નેતા મનુભાઈ પરમારને પરાજિત કર્યા હતા. આ સાથેજ પહેલીવાર ભાજપ આ બેઠક પર વિજયી થયું હતું.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 8 પુરુષ અને 6 મહિલા મળી કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 પુરુષ અને 2 મહિલાના ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, જ્યારે ટોટલ 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રક પાછા ખેંચ્યા હતા. દાણીલીમડા બેઠક પર વર્ષ 2017માં કુલ 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 4 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના શૈલેષ પરમારની જીત થઇ હતી.