ભુજ વિધાનસભા બેઠક પરિણામ LIVE: ભાજપના ઉમેદવાર કેશવલાલ પટેલનો ભવ્ય વિજય

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 02:10 PM (IST)Updated: Thu, 08 Dec 2022 02:10 PM (IST)
bhuj-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-keshavlal-patel-bjp-vs-arjan-bhudia-congress

ભુજ વિધાનસભા બેઠક પરિણામ 2022 (Bhuj Assembly Constituency Election Result 2022 Result) LIVE :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં ભુજ બેઠક પર ભાજપના ઉમેદવાર કેશવલાલ પટેલ (Keshavlal Patel)નો ભવ્ય વિજય થયો છે. હાલ મળતી જાણકારી મુજબ તેમને 95746 મત મળ્યા છે. જંગી બહુમતીથી તેમનો વિજય થયો છે.

ભુજ બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
કેશવલાલ પટેલ ભાજપ (વિજેતા)
અરજણ ભુડીયા કોંગ્રેસ
રાજેશ પિંડોરીયા આપ
સૈયદ જુસબશા મામદશા બસપા
શકીલ મહમદ સમા AIMAIM
મેહુલરાજ રાઠોડ પ્રજા વિજય પક્ષ
કાસમ મોહમ્મદ નોડે રાઇટ ટુ રિકોલ પાર્ટી
ભુપેન્દ્ર જોશી અપક્ષ
ઇશાભાઈ ઓસમાણ અપક્ષ
હુસેન થેબા અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
ભુજ બેઠક પર 147617 પુરુષ અને 143667 મહિલા મતદારો તથા 1 અન્ય મળી કુલ 291285 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 61.64 ટકા મતદાન થયું છે.

કચ્છ જિલ્લાની વિધાનસભા બેઠકો

ભુજ બેઠકની રસપ્રદ વિગત
ભુજ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની ત્રીજા નંબરની બેઠક છે. ભુજ એ કચ્છ જિલ્લાનું વડુમથક છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. ભુજીયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહરે છે.ભુજની સ્‍થાપના ઇ.સ. 1549માં કરવામાં આવી હતી. અહીં 2001ના ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજમાં સુંદર કોતરણી ધરાવતા મહેલ, મંદિરો જોવાલાયક છે. પાંચ ગઢના નાકા ભુજના ઇતિહાસની યાદ અપાવે છે. ભુજના જોવાલાયક સ્થળોમા પ્રાગ મહેલ, કાળો ડુંગર, દત્ત મંદિર, આઇના મહેલ, હમિરસર તળાવ છે. ભુજ તાલુકામાં આવેલું માધાપર ગામ એશિયાનું સૌથી ધનિક ગામ ગણાય છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન માધાપરની 300 મહિલાઓએ હવાઈપટ્ટી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના સન્માનમાં વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 27 પુરુષ અને 5 મહિલા એમ કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 રિજેક્ટ થયા હતા અને 13 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો વિજય થયો છે અને ડો. નિમાબેન આચાર્ય સળંગ બે ટર્મથી વિજયી થયા છે. 2017ની ચૂંટણીમાં ભાજપના ડો. નિમાબેન આચાર્યનો 14022 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 86532 મત મળ્યા હતા.