Gujarat Assembly Election Result 2022: બેચરાજી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની ભવ્ય જીત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 05:41 PM (IST)Updated: Thu, 08 Dec 2022 05:44 PM (IST)
becharaji-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-sukhaji-thakor-bjp-vs-amrutji-thakor-congress

બેચરાજી વિધાનસભા બેઠક પરિણામ 2022 (Becharaji Assembly Constituency): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં બહુચરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોર (Sukhaji Thakor)ની ભવ્ય જીત થઈ છે.

બેચરાજી બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં હતાં

ઉમેદવાર પક્ષ
સુખાજી ઠાકોર ભાજપ (વિજેતા)
અમૃતજી ઠાકોર કોંગ્રેસ
સાગર રબારી આપ
સિદ્ધરાજસિંહ ઝાલા જનસેવા ડ્રાઈવર પાર્ટી
દિનેશ રાઠોડ બસપા
ડો. પીસી પટેલ ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ
નરેન્દ્રસિંહ ઝાલા ગરવી ગુજરાત પાર્ટી
અમિત પટેલ રાષ્ટ્રવાદી જનલોક દળ
શૈલેષસિંહ ઠાકોર અપક્ષ
ભાવેશ પટેલ અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
બેચરાજી બેઠક પર 132729 પુરુષ અને 125116 મહિલા મતદારો તથા 19 અન્ય મળી કુલ 257864 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 62.58 ટકા મતદાન થયું છે.

બેચરાજી બેઠકની રસપ્રદ વિગત
બેચરાજી(બહુચરાજી) બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 23મા નંબરની બેઠક છે. આ બેઠક મહેસાણા જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક મહેસાણા છે. આ બેઠકમાં બેચરાજી તાલુકો અને મહેસાણા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બહુચર માતાનું સુપ્રસિદ્ધ મંદિર અહીં આવેલું છે. કહેવાય છેક, બહુચરાજીથી એક કિ.મી. દુર બેચર ગામ છે અને તેના પરથી આ તીર્થધામનું અને માતાજીનું નામ આપવામાં આવ્યું છે. ભારતના 52 અને ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાં બહુચરાજી આવે છે. વ્યંઢળોની ગાદી અહીં આવેલી છે. મોઢેરા સૂર્ય મંદિર જોવાલાયક સ્થળ છે. મોઢેરા ભારતનું સૌપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ છે. જ્યાં દરેક ઘરમાં સોલાર પેનલ ફીટ કરવામાં આવી છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 30 પુરુષ અને 1 મહિલા મળી કુલ 31 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 12 રિજેક્ટ થયા હતા અને 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2012માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અસ્તિત્વમાં આવ્યા બાદ આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જોકે, 2017માં કોંગ્રેસના ભરતજી ઠાકોરનો 15811 મતોના માર્જીનથી વિજય થયો હતો. ભરતજી ઠાકોરને 80894 મત મળ્યા હતા જ્યારે ભાજપના રજનીકાંત પટેલને 65083 મત મળ્યા હતા.