અંજાર વિધાનસભા બેઠક પરિણામ LIVE: ભાજપના ઉમેદવાર છાંગા ત્રિકમ બિજલની 37,709 મતોના માર્જીનથી ભવ્ય જીત

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Dec 2022 04:50 PM (IST)Updated: Thu, 08 Dec 2022 04:50 PM (IST)
anjar-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-trikam-chhanga-bjp-vs-ramesh-dangar-congress

અંજાર વિધાનસભા બેઠક પરિણામ 2022 (Anjar Assembly Constituency Election Result 2022 Result) LIVE :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat assembly election 2022)માં અંજાર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર છાંગા ત્રિકમ બિજલની ભવ્ય જીત થઈ છે. તેમને કુલ 98606 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરને 61084 મત મળ્યા છે. આમ કુલ 37,709ના માર્જીનથી બહુમતી સાથે ભાજપે આ બેઠક જીતી લીધી છે.

અંજાર બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
છાંગા ત્રિકમ બિજલ ભાજપ
રમેશ ડાંગર કોંગ્રેસ
અરજણ રબારી આપ
રોશનઅલી સાંઘાણી સ્પેશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા
કકલ ગનીભાઈ ગુજરાત સર્વ સમાજ પાર્ટી

કેટલા ટકા મતદાન થયું
અંજાર બેઠક પર 138401 પુરુષ અને 132604 મહિલા મતદારો તથા 7 અન્ય મળી કુલ 271012 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 64.13 ટકા મતદાન થયું છે.

કચ્છ જિલ્લાની વિધાનસભા બેઠકો

અંજાર બેઠકની રસપ્રદ વિગત
અંજાર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ચોથા નંબરની બેઠક છે. આ બેઠક કચ્છ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. અંજાર શહેર જેસલ-તોરલની સમાધિના કારણે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. આ શહેરને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત છરીની બનાવટ,સૂડી, બાંધણી, ચામડાની બનાવટોના કારણે પણ અંજાર જાણીતું છે. એક સમયે સમગ્ર કચ્છા શાકભાજી, ફળો અંજાર આવતા હતા તેથી સૌથી મોટી માર્કેટ પણ અહીંજ હતી. અંજાર નજીકના સતાપર ગામ પાસે આવેલું ગોવર્ધન પર્વત પણ મુસાફરોને આકર્ષી રહ્યું છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 24 પુરુષ અને 2 મહિલા એમ કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 રિજેક્ટ થયા હતા અને 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો વિજય થયો છે અને વાસન આહિર સળંગ બે ટર્મથી વિજયી થયા છે. 2017ની ચૂંટણીમાં ભાજપના વાસન આહિરનો 11313 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 75331 મત મળ્યા હતા. આ બેઠકની ઐતિહાસિક વિગત પર નજર ફેરવીએ તો વાસન આહિર 1995 અને 1998માં પણ આ બેઠક પરથી વિજયી થયા હતા.