અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠક પર ભાજપના ડૉ હસમુખ પટેલની જીત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 01:30 PM (IST)Updated: Thu, 08 Dec 2022 05:20 PM (IST)
amraiwadi-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-hasmukh-patel-bjp-vs-dharmendra-patel-congress

અમરાઈવાડી વિધાનસભા બેઠક પરિણામ 2022 (amraiwadi Assembly Constituency Election Result 2022 Result) અમદાવાદ શહેરની અમરાઈવાડી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ડૉ હસમુખ પટેલની 43,272 મતે જીત થઈ છે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, ભાજપ ઉમેદવારને 93,994 મત મળ્યા છે. જો મતદાનની ટકાવારી જોઈએ તો, ભાજપ ઉમેદવારને 58.98 ટકા, જ્યારે બીજા ક્રમે રહેલા કોંગ્રેસ ઉમેદવારને 31.83 ટકા મત મળ્યા છે.

અમરાઈવાડી બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
ડો. હમસુખ પટેલ ભાજપ
ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસ
વિનય ગુપ્તા આપ
નીરજ શુક્લ જન સંઘર્ષ વિરાટ પાર્ટી
રાજેશ બધેલ વિકાસ ઇન્ડિયા પાર્ટી
યલ્પેશ રાઠોડ બસપા
મહેશ પટેલ પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી
ગૌતમ પરમાર ગરવી ગુજરાત પાર્ટી
રમેશ પરમાર સીપીઆઇ
બકુલા પરમાર રાષ્ટ્ર નિર્માણ પાર્ટી
અનિલ ભરવાડ બહુજન રીપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટી
સતિષ સોની અપની જનતા પાર્ટી
જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા સમાજવાદી પાર્ટી
ભરત જૈન જનસેવા ડ્રાઈવર પાર્ટી
સુનીલ ભટ્ટ રાઈટ ટુ રિકોલ પાર્ટી
સંજય પટેલ અપક્ષ
વિનોદ સોલંકી અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
અમરાઈવાડી બેઠક પર 157440 પુરુષ અને 139026 મહિલા મતદારો તથા 9 અન્ય મળી કુલ 296475 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 53.44 ટકા મતદાન થયું છે.

અમરાઇવાડી બેઠકની રસપ્રદ વિગત
અમરાઈવાડી બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 50મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ વેસ્ટ છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 3 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2010માં આ બેઠકની રચના કરવામાં આવી છે. આ પહેલા અમરાઈવાડી 1975થી મણિનગર બેઠકનો ભાગ હતો. એ પહેલા કાંકરિયા બેઠકમાં આ વિસ્તાર આવતો હતો. આ બેઠકને પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012થી આ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 15 પુરુષ અને 3 મહિલા મળી કુલ 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 9 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2017માં ભાજપના હસમુખ પટેલની જીત થઈ હતી. જો કે, 2019માં પરેશ રાવલે અમદાવાદ પૂર્વથી લોકસભા ચૂંટણી લડવાની ના પાડતાં હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. હસમુખ પટેલની લોકસભા ચૂંટણીમાં જીત થઈ હતી. જે બાદ 2019ની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો.