Gujarat Assembly Election 2022: વાવ બેઠક પરથી અલ્પેશ ઠાકોર અને રાધનપુરથી શંકર ચૌધરી ચૂંટણી લડી શકે છે, જ્ઞાતિ સમીકરણો આધારે બેઠકમાં થઈ શકે છે ફેરફાર

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 07 Nov 2022 03:30 PM (IST)Updated: Mon, 07 Nov 2022 03:55 PM (IST)
alpesh-thakor-vav-seat-and-shankar-chowdhury-radhanpur-may-contest-seats-may-change-based-on-caste-equations

રાજેન્દ્રસિંહ પરમાર.
બનાસકાંઠામાં ભાજપમાંથી અલ્પેશ ઠોકોર અને શંકર ચૌધરીની ચુંટણી લડવાની બહુ ચર્ચાઓ છે. અલ્પેશ ઠાકોર રાધનપુર અને શંકર ચૌધરી વાવ બેઠક પરથી ચુંટણી લડશે તેવા માહોલ ઉભો થયો છે. પરંતુ ભાજપ વાવ અને રાધનપુર બેઠક જીતવા માટે પોતાની રણનિતિ બદલી શકે છે.

અલ્પેશ ઠોકોરને ભાજપ વાવ બેઠક પરથી ચુંટણી લડાવી શકે છે જ્યારે રાધનપુર સીટ પરથી શંકર ચૌધરી ચુંટણી લડી શકે છે. વાવ બેઠક પર હાલ કોંગ્રેસમાંથી ગેનિબેન ઠાકોરે ઉમેદવારી કરી છે. 2017માં વાવ બેઠક પરથી ગેનિબેન ઠાકોરે શંકર ચૌધરીને હરાવ્યા હતા. ભાજપ વાવ બેઠક પર જાતિગત સમીકરણોના આધારે ટીકીટની ફાળવણી કરી શકે છે. જેમાં ગેનિબેન ઠાકોર સામે ભાજપ અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે.

વાવ બેઠકમાં જાતિગત સમિકરણની વાત કરીએ તો, વાવ બેઠક પર ઠાકોર સમાજના મતો નિર્ણાયક છે. 70થી 75 હજાર ઠાકોર સમાજના મતદારો છે. આથી વાવ બેઠક પર ઠાકોર સમાજના ઉમેદવાર માટે જીત સરળ બની જાય છે. આથી ભાજપ ગેનિબેન ઠાકોર સામે ઠાકોર સમાજના મજબૂત ઉમેદવારને વાવ બેઠક પરથી ટીકીટ ફાળવી શકે છે.

જેમાં હાલ ઠાકોર સમાજના ગેનિબેન ઠાકોરને ટક્કર આપી શકે તેવા ઉમેદવાર અલ્પેશ ઠાકોર હોવાથી તેમને વાવ બેઠક પરથી ભાજપ ચુંટણી લડાવી શકે છે. જેથી ઠાકોર સમાજના બે ઉમેદવારો વચ્ચે ઠક્કર થશે તો વોટનું ધ્રુવિકરણ થશે. આ ઉપરાંત વાવ બેઠક પર 45થી 50 હજાર ચૌધરી સમાજના મતદારો છે તેનો ફાયદો પણ ભાજપને થઇ શકે છે. આથી કોંગ્રેસના મજબૂત ઉમેદવાર સામે ભાજપ ઠાકોર સમાજના ઉમેદવારને વાવ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.

રાધનપુર બેઠક પર રઘુ દેસાઈ સામે શંકર ચૌધરી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. શંકર ચૌધરી અગાઉ રાધનપુર સીટ પર બે વખત ચૂંટણી લડી ચુક્યા છે. જ્યારે અલ્પેશ ઠાકોરની વિધાનસભા પેટા ચૂંટણીમાં હાર થઈ હતી. છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજના કેટલાક લોકો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. આ સ્થિતિમાં અલ્પેશ ઠાકોરના સ્થાને શંકર ચૌધરીને ટીકીટ મળી શકે છે.

જાણો વાવ બેઠકનો ઇતિહાસ:

ચૂંટણી વર્ષ વિજેતા ઉમેદવાર વિજેતા પક્ષ મળેલા મત હરિફ ઉમેદવાર હરિફ પક્ષ મળેલા મત માર્જીન
1967 જે.પી.પરમાર SWA 20812 કે.એમ.પરમાર INC 9550 11262
1972 દોલતભાઈ સી પરમાર INC 13396 સરતનભાઈ કાલા NCO 8170 5226
1975 પરમાર હેમાભાઈ દરખા INC 19991 પાયા જેતસીભત માદેવ NCO 18965 1026
1980 પરમેર હેમાભાઈ દેરઘાભાઈ INC(I) 27474 કંદલી ​​જગતાભાઈ માવાભાઈ પટેલ JNP(JP) 22830 4644
1985 પટેલ પરબતભાઈ સવાભાઈ INC 46208 ચાવડા હરિસિંહજી પ્રતાપસિંહજી IND 23367 22841
1990 પટેલ માવજીભાઈ ચતરભાઈ JD 36339 પટેલ પરબતભાઈ સવાભાઈ INC 32088 4251
1995 પટેલ પરબતભાઈ સવાભાઈ IND 52640 રાજપૂત હેમાજી દરગાજી INC 50519 2121
1998 રાજપૂત હેમાજી દરગાજી INC 72730 પટેલ માવજીભાઈ ચતરભાઈ BJP 48773 23957
2002 રાજપૂત હેમાજી દરગાજી INC 70228 પટેલ પરબતભાઈ સવાભાઈ BJP 58402 11826
2007 પટેલ પરબતભાઈ સવાભાઈ BJP 73230 પટેલ માવજીભાઈ ચતરભાઈ IND 30521 42709
2012 શંકરભાઈ લગધીરભાઈ પટેલ (ચૌધરી) BJP 72640 ઠાકોર ગેનીબેન નાગાજી INC 60729 11911
2017 ઠાકોર ગેનીબેન નાગાજી INC 102328 ચૌધરી શંકરભાઈ લગધીરભાઈ BJP 95673 6655

જાણો રાધનપુર બેઠકનો ઇતિહાસ:

ચૂંટણી વર્ષ વિજેતા ઉમેદવાર વિજેતા પક્ષ મળેલા મત હરિફ ઉમેદવાર હરિફ પક્ષ મળેલા મત માર્જીન
1962 પોરાનિયા દેવકરણ જીવણલાલ INC 20044 અમરતલાલ મોતીભાઈ બારોટ SWA 4720 15324
1967 આર.કે. જાડેજા SWA 19044 ડી.જે. પોરાનિયા INC 17211 1833
1972 નિર્મલા લાલભાઈ ઝવેરી INC 18795 SEND ABHA L. THAKUR NCO 8824 9971
1975 ઝુલા ખોદીદાન ભીમજી INC 30960 પટેલ કાશીભાઈ હરજીવનદાસ KLP 11057 19903
1980 ઝુલા ખોદીદાન ભીમજી INC(I) 30267 મુલાની હિમતલાલ ત્રિભુવનદાસ JNP(JP) 19962 10305
1985 ઝુલા ખોદીદાન ભીમજી INC 50574 વાલજીભાઈ ગંગારામ ઠક્કર BJP 6788 43786
1990 મુલાણી હિમ્મતલાલ ટી JD 28744 ઝુલા ખોદીદાન ભીમજી INC 23582 5162
1995 સોલંકી લવિંગજી મૂળજી IND 26403 ચૌધરી મેમાભાઈ ડોસાભાઈ BJP 26096 307
1998 પટેલ શંકરભાઈ લગધીરભાઈ (શંકરભાઈ ચૌધરી) BJP 39700 સોલંકી એલ.એમ. AIRJP 22278 17422
2002 ચૌધરી શંકરભાઈ લગધીરભાઈ BJP 63297 ઠાકોર લવિંગજી મૂળજી
INC 53247 10050
2007 ચૌધરી શંકરભાઈ લગધીરભાઈ BJP 55507 દેસાઈ રઘુભાઈ મેરાજભાઈ
IND 27771 27736
2012 ઠાકોર નાગરજી હરચંદજી BJP 69493 ભાવસિંહજી દયાજી રાઠોડ INC 65659 3834
2017 અલ્પેશ ખોડાજી ઠાકોર INC 85777 સોલંકી લવીંગજી મૂળજી ઠાકોર BJP 70920 14857