ગારીયાધાર બેઠક પરના AAPના ઉમેદવારને જીતાડવા ઘોડા પર બેસીને ગામમાં જ નહીં સીમમાં જઈને કર્યો પ્રચાર, વીડિયો વાયરલ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 15 Nov 2022 06:25 PM (IST)Updated: Tue, 15 Nov 2022 06:30 PM (IST)
aap-candidate-from-gariyadhar-seat-campaigned-by-going-to-the-border-not-village-on-horse-video-goes-viral

ગારીયાધારઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પ્રશાર પુરજોશમાં જોવા મળી રહ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. તો કેટલાંક ઉમેદવારી પત્રક ભરવાના સમયે તેમજ ચૂંટણી પ્રચારન માટે અવનવાં ગતકડાંઓ પણ અજમાવી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીરભાઈ વાઘાણીને જીતાડવા માટે ગામમાં તો ઠીક સીમમાં પણ પ્રચાર કરવામાં આવ્યો છે અને તે ઘોડા પર બેસીને.

ગારીયાધાર બેઠક પર આપના ઉમેદવાર સુધીરભાઈ વાઘાણીના ચૂંટણી પ્રચાર માટે આપના કાર્યકર્તાઓએ ઘોડા પર બેસીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આપના કાર્યકર્તાઓએ ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા પરંતુ ત્યાં લોકો ન મળતા તેઓ સીમમાં ગયા હતા અને પોતાના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

વિધાનસભા બેઠકમાં ગારીયાધાર વિધાનસભા બેઠક 101માં ક્રમાંકે છે. વર્ષ 2008માં નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી.આ નવા સીમાંકન અનુસાર સિહોર ગારીયાધારની બેઠક હવે ગારીયાધાર જેસર થઈ જતા ગારીયાધાર બેઠકમાં જેસર મહુવા પટ્ટીના અનેક ગામોનો સમાવેશ થઈ ગયો છે.ગારીયાધાર બેઠક પર ભાજપે કેશુભાઈ નાકરાણીને ઊભા રાખ્યા છે જ્યારે કોંગ્રેસે દિનેશભાઈ ચાવડાને ટિકિટ આપી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીરભાઈ વાઘાણી છે.