Railway Jobs 2026: રેલવેમાં 1,265 સ્ટેશન માસ્ટરની ભરતી જાહેર, કોણ કરી શકશે અરજી? જાણો લાયકાત અને પગાર

રેલવે ભરતી બોર્ડ દ્વારા 2026માં 1265 સ્ટેશન માસ્ટરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકે છે જાણો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 09:50 AM (IST)Updated: Wed, 28 Oct 2026 09:50 AM (IST)
railway-jobs-2026-1265-station-master-vacancies-apply-online-check-salary-eligibility
AI IMAGE

Railway Station Master Recruitment 2026: લાખો ગ્રેજ્યુએટ યુવાનો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જુએ છે. તેમના માટે રેલ્વે ક્ષેત્રમાં નોકરી કરવાની ઉત્તમ તક આવી છે. રેલ્વે ભરતી બોર્ડ દ્વારા સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ હેઠળ દેશભરમાં 1265 સ્ટેશન માસ્તરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં અમદાવાદ રેલ્વે ભરતી બોર્ડ હેઠળ પણ જગ્યાઓ ફાળવવામાં આવી છે. લાયક અને ઇચ્છુક ઉમેદવારો 25 નવેમ્બર 2026 સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

મહત્વની તારીખ અને અરજી કેવી રીતે કરવી?

  • અંતિમ તારીખ: 25 નવેમ્બર, 2026
  • અરજી પ્રક્રિયા: લાયક ઉમેદવારોએ રેલવે ભરતી બોર્ડ (RRB) ની સત્તાવાર વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ફોમ ભરી લેવાનું રહેશે. જો તમે રેલવેમાં સ્ટેશન માસ્ટર બનીને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો અંતિમ તારીખ પહેલાં તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવે છે.
  • પગાર ધોરણ: અમદાવાદ સહિત સમગ્ર દેશમાં રેલ્વે ભરતી બોર્ડ દ્વારા જારી 1265 જગ્યાઓ પર પસંદગી પામનારા ઉમેદવારોને બેઝીક રુ.35,400 સુધીનો પગારધોરણ મળશે.

ઉમેદવારોની જરૂરી લાયકાત અને વયમર્યાદા

  • લાયકાત: સ્ટેશન માસ્તરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારે દેશની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી અનિવાર્ય છે.
  • વય મર્યાદા: જ્યારે અરજીકર્તાની વયની વાત કરીએ તો, 1 જાન્યુઆરી 2027ના રોજ 20થી 30 વર્ષની વયમર્યાદા હોવી જોઈએ. (સરકારી નિયમ પ્રમાણે, અનામત કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે.

સ્ટેશન માસ્તરની કુલ જગ્યાઓ

અમદાવાદ રેલ્વે ભરતી બોર્ડ અંતર્ગત 31 જગ્યાઓની ભરતી કરાવમાં આવશે, જ્યારે બાકીની જગ્યાઓ સમગ્ર દેશમાં લાગૂ રહેશે.

  • બિન અનામત: 13 જગ્યાઓ
  • ઓબીસી: 07 જગ્યાઓ
  • SC: 05 જગ્યાઓ
  • EWS: 04 જગ્યાઓ
  • ST: 02 જગ્યાઓ