NTA Exam Calendar: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા માર્ચ 2027માં આયોજિત વિવિધ 14 મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓની સંભવિત તારીખ જાહેર કરી દેવામાં આવી છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા શિડ્યુલ મુજબ JEE પ્રથમ સેશનની પરીક્ષાઓ 22 જાન્યુઆરીથી યોજાશે, તેની સાથે સાથે NTA એ યુજીસી નેટ, CMAT,CUET-PG, CSIR, JEE MAIN સહિતની 14 જેટલી પરીક્ષાઓની તારીખ જાહેર કરતાં પરીક્ષાની તૈયારી કરતાં પરીક્ષાર્થીઓ માટે આ તારીખો ખૂબ જ ઉપયોગી રહેશે.
JEE MAIN 2027 સેશનની તારીખ
એનટીએની ઓફિશિયલ શિડ્યુલ પ્રમાણે, JEE MAIN 2027 (Session 1)ની પરીક્ષા 22થી 24 ત જાન્યુઆરી અને 28 થી 30 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે, તેમજ 31 જાન્યુઆરી 2027ના દિવસને બફર ડે તરીકે અનામત રાખવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર પ્રમાણે, ડ઼િસેમ્બરમાં 5, જાન્યુઆરીમાં જેઈઈ મેઈન, ફેબ્રુઆરી મહિનામાં CMAT અને NITTT અને માર્ચ મહિનામાં CUET-PG પરીક્ષાનું આયોજન કરાશે.
ઉમેરવારો માટે સ્પષ્ટ નોંધ
એજન્સી દ્વારા પરીક્ષાર્થીઓને સ્પષ્ટ કર્યુ છે તે, પરીક્ષાની તારીખો સંભવિત છે અને અનિવાર્ય સંજોગોમાં તેમાં ફેરફાર થઈ શકે છે. તેથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ઉમેદવારને ખાસ સલાહ આપી છે કે, તેઓ જે પણ પરીક્ષાની તૈયારી કરતાં હોય તે માટે સત્તાવાર વેબસાઈટ અને સંબંધિત પરીક્ષા પોર્ટલ નિયમિતપણે ચેક કરી લેવાં. તેમજ અરજી કરવાની તારીખ, એક્ઝામ સિટી, એડમિટ કાર્ડ અને આન્સર કી અને પરિણામ અંગેની માહિતી યોગ્ય સમયે જાહેર કરાશે.તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી આવશ્યક છે.
NTA પરીક્ષા કેલેન્ડર (માર્ચ 2027 સુધીની સંપૂર્ણ યાદી)
| ક્રમ | તારીખ | પરીક્ષા |
|---|---|---|
| 1 | 6 ડિસેમ્બર | RIMC |
| 2 | 8–12 ડિસેમ્બર | SWAYAM |
| 3 | 13 ડિસેમ્બર | રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ |
| 4 | 14–19 ડિસેમ્બર | UGC NET |
| 5 | 20–21 ડિસેમ્બર | જોઈન્ટ CSIR UGC NET |
| 6 | 4 જાન્યુઆરી | આર્મી કૅડેટ્સ કોલેજ |
| 7 | 10 જાન્યુઆરી | SHRESHTA (NETS) |
| 8 | 10 જાન્યુઆરી | NIFT |
| 9 | 22–24, 28–30 જાન્યુઆરી | JEE મેઈન સેશન-1 |
| 10 | 31 જાન્યુઆરી | ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ |
| 11 | 7 ફેબ્રુઆરી | CMAT |
| 12 | 26–27 ફેબ્રુઆરી | NITTT પાર્ટ-1 |
| 13 | 5 અને 7 માર્ચ | NITTT પાર્ટ-2 |
| 14 | 1–5, 8–12, 20–21, 24–25 માર્ચ | CUET-PG |
