ઈન્ડિયન એરફોર્સમાં ઓફિસર બનવાની સુવર્ણ તક: ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટીમાં મોટી ભરતી, ગ્રેજ્યુએટ અને એન્જિનિયર ઉમેદવારો કરો અરજી

ભારતીય વાયુસેના (IAF)માં ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચ માટે ગ્રેજ્યુએટ અને એન્જિનિયર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ. જાણો લાયકાત અને વિગતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 22 May 2026 09:18 AM (IST)Updated: Fri, 22 May 2026 09:18 AM (IST)
iaf-afcat-recruitment-2026-flying-ground-duty-engineer-graduate

AFCAT Recruitment 2026: ઈન્ડિયન એરફોર્સમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી છે. ઈન્ડિયન એરફોર્સ દ્વારા ગ્રાઉન્ડ ડ્યુટી (નોન ટેક્નિકલ અને ટેક્નિકલ) બ્રાન્ચમાં ગ્રુપ A ગેઝેટેડ ઓફિસર કોર્સ માટે જાહેરાત બહાર પાડી છે. એરફોર્સમાં જોડાઈને કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો આ ઓનલાઈન પ્રોસેસમાં જોડાઈને ભાગ લઈ શકશે.

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવી:

અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 19 જૂન સુધીમાં અરજી કરી શકશે. આ ભરતી માટેની પરીક્ષા 8 ઓગસ્ટ 2026ના રોજ ઓનલાઈન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. AFCATમાં જોડાઈને ઉમેદવારોને આકર્ષક પગાર, રહેવાની સુવિધા તેમજ રુ.1.25 કરોડનો વીમા કવચ મળે છે.

ટોટલ વેકેન્સી:

ઇન્ડિયન એરફોર્સમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 200થી વધુ જગ્યાઓ પર ભરતી ભરવાની છે. જેમાં ફ્લાઈંગ બ્રાન્ચમાં 35 જગ્યાઓ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ)માં 158 જગ્યાઓ અને ગ્રાઉન્ડ ડ્યુટી (નોન ટેક્નિકલ)માં 112 ખાલી જગ્યાઓ પર ભરતી ભરવામાં આવશે. ઉપરાંત, GATE સ્કોર એન્ટ્રી દ્વારા 23 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જ્યારે એનસીસી ફલાઈંગ બ્રાન્ચમાં 10 ટકા અનામત આપવામાં આવ્યું છે.

લાયકાત:

ઇન્ડિયન એરફોર્સમાં જોડાવવા ઈચ્છતા ઉમેદવારોએ ધોરણ 12માં મેથ્સ અને ફિઝિક્સ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અથવા BE કે B Techની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

વયમર્યાદા:

ફ્લાઈંગ માટે ઉમેદવારોએ 20થી 24 વર્ષ સુધી જ્યારે ગ્રાઉન્ડ ડ્યુટી માટે 20થી 26 વર્ષ સુધીની વયમર્યાદા છે. ઉપરાંત, ઉમેદવાર અપરિણીત હોવો જોઈએ.

તારીખ:

  • 19 જૂન સુધીમાં ઓનલાઈન મોડમાં અરજી કરી શકાશે.
  • 8 ઓગસ્ટના રોજ 300 માર્ક્સની પરિક્ષા CBT મોડ પર લેવાશે
  • કમ્પ્યુટર પરીક્ષા બાદ AFSB ટેસ્ટ લેવામાં આવશે

અરજી ફી: ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરીને રુ.550 ફી ભરવાની રહેશે.

અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને વધુ વિગતો મેળવી લેવી.