Sainik School Admission: સૈનિક સ્કૂલમાં એડમિશન લેવું છે? જાણો એન્ટ્રન્સ એક્ઝામથી લઈને ફી સુધીની તમામ માહિતી એક જ ક્લિકમાં

સૈનિક સ્કૂલોમાં ધોરણ 6 અને 9માં અભ્યાસ કરવા માટે જ પ્રવેશ પરીક્ષાના આધારે એડમિશન આપવામાં આવે છે. એમાં પણ છઠ્ઠા ધોરણમાં કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ માટે અરજી કરી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Mar 2026 05:16 PM (IST)Updated: Sun, 22 Mar 2026 05:17 PM (IST)
how-to-get-admission-in-sainik-schools-2026-full-guide-for-students-and-parents
HIGHLIGHTS
  • સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશભરમાં 100 નવી સૈનિક સ્કૂલો ખોલવાની જાહેરાત કરી

Sainik School Admission Guide: તાજેતરમાં જ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 100 નવા સૈનિક સ્કૂલો ખોલવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ તેમણે NCC કેન્ડેટોની સંખ્યામાં પણ વધારો કરવાનું એલાન કર્યું છે. જે અંતર્ગત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલના આધારે દેશભરમાં આવી સૈનિક સ્કૂલો શરૂ કરવામાં આવશે.

દેશના અનેક વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવા જવા માટેનું સપનું જોઈ રહ્યા છે, કારણ કે આ સ્કૂલોમાં અભ્યાસની સાથે-સાથે શિસ્ત, લીડરશિપ અને શારીરિક તાલીમ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

સૈનિક સ્કૂલોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ભારતીય સેનામાં આગળ વધવા માટે તૈયાર કરવાનો છે. એવામાં ઘણાં વાલીઓને એક પ્રશ્ન અચુક મુંઝવતો હોય છે કે, શું મારા બાળકોને પણ સૈનિક સ્કૂલમાં એડમિશન મળી શકે? તો તમારા આ પ્રશ્નનો જવાબ અમે અહીં આપવા જઈ રહ્યા છીએ.

સૈનિક સ્કૂલમાં એડમિશન મેળવવા માટે એન્ટ્રેસ એક્ઝામ આપવી પડશે

સૈનિક સ્કૂલોમાં એડમિશન મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા એન્ટ્રેસ એક્ઝામ લેવામાં આવે છે. જેમાં મળેલા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, જે બાદ મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને જે-તે સૈનિક સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવે છે.

ધોરણ 6 અને 9માં જ એડમિશન આપવામાં આવે છે (Sainik School Admission 2026)

સૈનિક સ્કૂલોમાં ધોરણ 6 અને ધોરણ 9માં જ એડમિશન આપવામાં આવે છે. જેમાં ધોરણ 6માં એડમિશન માટે દેશભરના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, પરંતુ ધોરણ 9માં પ્રવેશ માટે ખાલી પડેલી સીટોના આધારે જ એડમિશન મળે છે.

કોણ-કોણ એડમિશન માટે અરજી કરી શકે છે? (Sainik School Eligibility)

સૈનિક સ્કૂલો સંરક્ષણ મંત્રાલયને આધિન આવતી હોવાથી તેમાં પરીક્ષામાં પાસ થયા બાદ વિદ્યાર્થીઓનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. જે બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે.

ખાસ વાત એ છે કે, સૈનિક સ્કૂલોમાં એડમિશન મેળવવું સહેજ પણ સરળ નથી, કારણ કે લેખિત પરીક્ષા ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જ પાસ કરી શકે છે. સૈનિક સ્કૂલ એક પ્રકારે બોર્ડિંગ જ હોય છે. જ્યાં વિદ્યાર્થીઓ આખું વર્ષ હોસ્ટેલમાં જ રહે છે. અહીં એડમિશન મેળવવા માટે કોઈ પણ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. જો કે એડમિશન માત્ર પરીક્ષા પાસ કર્યાં બાદ જ મળે છે.

સૈનિક સ્કૂલમાં ફી કેટલી હોય છે? Sainik School Fees

સૈનિક સ્કૂલોમાં વાર્ષિક ફી લગભગ દોઢ લાખની આસપાસ રહેતી હોય છે. જેમાં ટ્યૂશન ફીસ, હોસ્ટેલ ફીસ, મેસ, યુનિફોર્મ સહિત અન્ય સુવિધાઓને પણ સામેલ કરી દેવામાં આવે છે. જો કે અલગ-અલગ સૈનિક સ્કૂલોમાં SC-ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને સ્કોલરશિપની પણ સુવિધા આપવામાં આવે છે.