GUJCET 2026 OMR Copy Application: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET 2026 ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પોતાની OMR શીટની નકલ મેળવવા ઈચ્છે છે, તેમના માટે બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી કરવાની વિન્ડો ખુલ્લી મૂકવામાં આવી છે.
અરજી માટેની સમયમર્યાદા
આ પણ વાંચો
બોર્ડની સત્તાવાર અખબારી યાદી મુજબ, GUJCET 2026 નું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ બાદ જે ઉમેદવારો પોતાની ઉત્તરવહી (OMR શીટ) ચકાસવા અથવા તેની નકલ મેળવવા માંગતા હોય, તેઓ 6 મેના રોજ સાંજે 5:00 કલાકથી 13 મેના રોજ સાંજે 5:00 કલાક સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
કેવી રીતે કરશો અરજી?
- બોર્ડની સત્તાવાર વેબસાઇટ: www.gseb.org
- ગુજકેટ સ્પેશિયલ પોર્ટલ: gujcet.gseb.org
ફી અને ચુકવણીની પ્રક્રિયા
OMR શીટની નકલ મેળવવા માટે ઉમેદવારે બોર્ડ દ્વારા નિર્ધારિત ફીની ચુકવણી કરવી ફરજિયાત રહેશે. આ ફી ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. ઓનલાઈન ચુકવણી માટે ઉમેદવાર SBIePay સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત, જો કોઈ ઉમેદવાર રોકડ અથવા ચેક દ્વારા ફી ભરવા ઇચ્છતા હોય, તો તેઓ SBIePay હેઠળ આપેલ 'SBI Branch Payment' વિકલ્પ પસંદ કરી દેશની કોઈપણ SBI શાખામાં ચુકવણી કરી શકશે.
