Gujarat TAT Result 2026: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા 12 એપ્રિલ 2026 ના રોજ લેવાયેલી ટિચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (હાયર સેકન્ડરી) - TAT HS પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે 16 જૂન 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ વખતનું પરિણામ ખૂબ જ રસપ્રદ રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી 1.47 લાખથી વધુ ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. એકંદર પરિણામમાં ગુજરાતી માધ્યમના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે, પરંતુ અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
માધ્યમ મુજબ કેવું રહ્યું ઉમેદવારોનું પ્રદર્શન?
આ વર્ષે TAT HS 2026 ની પરીક્ષા માટે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના કુલ 1,65,024 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 1,47,584 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે કુલ 1,666 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
Gujarat TAT HS Result 2026 Statistics | માધ્યમ મુજબ રીઝલ્ટ અને માર્ક્સનું વિશ્લેષણ
| ક્રમાંક | માધ્યમ | નોંધાયેલ ઉમેદવારો | હાજર ઉમેદવારો | 70 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 80 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 90 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 100 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો | 120 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો |
| 1 | ગુજરાતી | 160182 | 143734 | 50066 | 33330 | 20067 | 10404 | 1584 |
| 2 | અંગ્રેજી | 4150 | 3296 | 1696 | 1170 | 744 | 124 | 74 |
| 3 | હિન્દી | 692 | 554 | 209 | 144 | 82 | 48 | 8 |
| કુલ | 165024 | 147584 | 51971 | 34644 | 20893 | 10876 | 1666 |
100+ ગુણ મેળવનારા ઉમેદવારોની સ્થિતિ
આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાંથી કુલ 10,876 ઉમેદવારો એવા છે જેમણે 100 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. તેમાં સૌથી મોટો હિસ્સો ગુજરાતી માધ્યમનો છે, જેમાં 10,404 ઉમેદવારોનો સમાવેશ થાય છે. અંગ્રેજી માધ્યમમાં 424 અને હિન્દી માધ્યમમાં 48 ઉમેદવારો 100 ની ઉપર ગુણ લાવવામાં સફળ રહ્યા છે.
પરીક્ષાથી પરિણામ સુધીની સફર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12 એપ્રિલ 2026 ના રોજ લેવાયેલી પરીક્ષા બાદ 15 એપ્રિલે OMR શીટ્સ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 2 મેના રોજ પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરી 4 થી 10 મે સુધી ઉમેદવારો પાસેથી રજૂઆતો મંગાવવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા આ વાંધાઓની ચકાસણી બાદ 4 જૂન 2026 ના રોજ ફાઇનલ આન્સર કી અને 16 જૂને અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ઉમેદવારો કેવી રીતે ચેક કરી શકે છે પોતાનું પરિણામ?
જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ sebexam.org ની મુલાકાત લો.
- Notice Board માં આપેલ TAT (Higher Secondary) 2026 Result લિંક પર ક્લિક કરો.
- પરીક્ષા પસંદ કરી તમારો Seat Number અને Date of Birth (જન્મ તારીખ) અથવા આધાર નંબર દાખલ કરો.
- 'Submit' બટન પર ક્લિક કરતા જ પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે, જેની પ્રિન્ટ અથવા PDF સાચવી લેવા સલાહ છે.
