SC વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક: GUJCET અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકાર આપશે તાલીમ સહાય, જાણો કેવી રીતે કરશો અરજી

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) ના વિદ્યાર્થીઓને GUJCET, NEET, JEE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવામાં આવે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 12 May 2026 02:44 PM (IST)Updated: Tue, 12 May 2026 02:50 PM (IST)
gujarat-govt-sc-student-free-coaching-assistance-scheme-2026

SC Student Assistance Scheme: SC અને ST સમાજના વિદ્યાર્થીઓ આગળ આવે માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. નિયામક કચેરી અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ગુજકેટ, નીટ અને પીએમટી પરીક્ષાની પૂર્વ તૈયારીઓ માટે તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

SC વિદ્યાર્થીઓ માટે તાલીમ સહાય

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને આગળ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વર્ષ 2026-27 માટે વિદ્યાર્થીઓને IIM, NIFT, CEPT, NLU જેવી કેન્દ્રિયકૃત સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ તૈયારી માટે ઓનલાઈન અરજી કરવા અંગે જાહેરાત કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે.

તાલીમ સહાય મેળવવા SC વિદ્યાર્થીઓએ કેવી રીતે કરવી અરજી

  • જાતિ: વિદ્યાર્થી અનુસૂચિત જાતિ (SC) નો હોવો જોઈએ.
  • શૈક્ષણિક લાયકાત: ધોરણ-10 માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • અભ્યાસ: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (Science Stream) માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • આવક મર્યાદા: આ યોજના માટે કોઈ આવક મર્યાદા નથી.

જરૂરી દસ્તાવેજો

    • જાતિનું પ્રમાણપત્ર
    • આધાર કાર્ડ
    • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/રેશન કાર્ડ/ભાડા કરાર)
    • ધોરણ-10 અને ધોરણ-11 ની માર્કશીટ
    • ધોરણ-12 નો બોનાફાઇડ સર્ટિફિકેટ
    • બેંક પાસબુક/રદ કરેલ ચેક
    • પસંદ કરેલ કોચિંગ સંસ્થાનું પ્રમાણપત્ર અને ફીની પહોંચ

    અરજી કેવી રીતે કરશો?

      • સૌપ્રથમ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
      • પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી યુઝર આઈડી અને પાસવર્ડ બનાવો.
      • 'Coaching Assistance for SC Students' (BCK-354) સ્કીમ પસંદ કરો.
      • અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
      • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સંબંધિત જિલ્લા કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.

      અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, તાલીમી સંસ્થામાં બાયોમેટ્રિક હાજરી મશીન હોવું ફરજિયાત છે. જ્યારે તાલીમ વર્ગો શરુ થાય તે અગાઉ જિલ્લા અધિકારીની મંજૂરી મેળવી લેવી અનિવાર્ય છે. પોર્ટલ પર વિદ્યાર્થીની પાત્રતા અને સંસ્થાની પાત્રતાના ધોરણો દર્શાવવામાં આવ્યા છે. જેને ધ્યાને લીધા પછી જ SC વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહેશે.